વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક વૃક્ષો અને છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વૃક્ષો અને છોડ ઘરમાં રાખવાથી ઘણી બધી સુખ- સમૃદ્ધિ આવે છે. જીવનમાં ખુશીઓ અને સકારાત્મકતા લાવે છે. જો કે આ વૃક્ષો અને છોડને ઘરમાં યોગ્ય સ્થાન પર રાખવા જરૂરી હોય છે, તો જ તેમને સંપૂર્ણ ફળ મળે છે. આ શુભ છોડમાં તુલસી, ક્રસુલા, મની પ્લાન્ટ, કેળાના વૃક્ષ વગેરેનો સમાવેશ થાય છે.
મની પ્લાન્ટને મની આકર્ષિત કરવાવાળો છોડ માનવામાં આવે છે. જો મની પ્લાન્ટને લગતા કેટલાક ઉપાયો કરવામાં આવે તો ધનનો વરસાદ થઈ શકે છે. તેવા ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી થતી હોતી.
મની પ્લાન્ટનો ચમત્કારિક ઉપાયઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં મની પ્લાન્ટને યોગ્ય દિશામાં રાખવાથી ખૂબ જ શુભ ફળ મળે છે. તેમજ મની પ્લાન્ટ અંગે કોઈ ઉપાય અથવા ટોટકા કરવાથી ઘણો ફાયદો થાય છે. તેના માટે શુક્રવારના દિવસે મની પ્લાન્ટ લગાવો અને તેના મૂળમાં નાની લાલ રિબન અથવા લાલ દોરો બાંધો.
જો મની પ્લાન્ટ પહેલેથી જ સ્થાપિત છે તો શુક્રવારે તેમાં લાલ દોરો અથવા રિબન બાંધી દો. લાલ રંગ પ્રગતિ અને વિકાસ લાવે છે. મની પ્લાન્ટની આ પદ્ધતિ ધન લાભ આપે છે. સાથે જ તેનાથી ઘરના લોકોની પ્રગતિ થાય છે. એવું માનવામાં આવે છે કે જેમ જેમ મની પ્લાન્ટ મોટો થાય છે તેમ તેમ ઘરના લોકોની પ્રગતિ અને આવક વધે છે.
મની પ્લાન્ટ લગાવવા માટે વાસ્તુ શાસ્ત્રના નિયમોઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ હંમેશા ઉત્તર- પૂર્વ દિશામાં રાખવો જોઈએ. દક્ષિણ દિશામાં ક્યારેય મની પ્લાન્ટ ના લગાવો.
મની પ્લાન્ટને ક્યારેય સીધો જમીનમાં ના લગાવો, પરંતુ માટીના વાસણ અથવા કાચની બોટલમાં લગાવો. મની પ્લાન્ટના વેલાને હંમેશા ઉપરની તરફ વધવા દો. મની પ્લાન્ટની આસપાસની જગ્યા સાફ રાખો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)