ઘણી ચમત્કારિક હોય છે હવનની રાખ, ખોલી દેશે બંધ કિસ્મત.. આજે જ કરો આ ઉપાય

સનાતન ધર્મમાં હવનને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આ પરંપરા અનાદિ કાળથી ચાલી આવે છે. હવન કરવાથી દેવી- દેવતાઓ જલ્દી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે. હવન કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. કોઈ ખાસ પ્રસંગ કે પૂજા સમયે હવન કરાવવો શુભ માનવામાં આવે છે. તે દરમિયાન ઘણી સામગ્રીઓનો ભોગ આપવામાં આવે છે જેમાં ઘણા ગુણ હોય છે.

આર્થિક તંગી: જો ઘરમાં આર્થિક તંગી હોય તો હવનની રાખથી ઉપાય કરી શકાય છે. હવનની રાખ ઠંડી થઈ જાય પછી તેને કપડામાં બાંધીને તિજોરીમાં કે જ્યાં પૈસા રાખતા હોય ત્યાં રાખો. તેમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળે છે.

નકારાત્મક ઉર્જા: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હવન કરવાથી નકારાત્મક ઉર્જા બહાર જાય છે. હવનની રાખને ઘર અને વ્યાપાર કરતી જગ્યા પર ચારેય બાજુ છાંટકાવ કરવો. તેનાથી ત્યાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગશે.

ભયાનક સપના: જો રાત્રે ભયાનક સપના આવે છે જેના કારણે ઊંઘ પૂરી નથી થઈ શકતી તો રાત્રે હવનની રાખનો ટીકો લગાવીને સૂઈ જાઓ. આ પ્રક્રિયા સતત ચાર રાત સુધી કરો. તેનાથી ભયાનક સપનાથી છુટકારો મળશે.

ખરાબ નજર: લોકો હવનની રાખને ઘણીવાર નકામી સમજીને ફેંકી દે છે પરંતુ તે ખુબ જ મહત્વની વસ્તુ છે. તે નજર દોષ દૂર કરવા માટે પણ કામ આવે છે. જો ઘરના સભ્યો ખરાબ નજરથી બચાવવા ઈચ્છતા હોય તો હવનની રાખનો તિલક દરેક સભ્યને કરો. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)