ઘર ઓફિસની આ દિશામાં ના લગાવો ઘડિયાળ, એક પછી એક થશે નુકસાન, આવી જશે ગરીબી

ખરાબ સમય સારા કર્મોનું પણ ખરાબ ફળ આપે છે. જો તમે ઈચ્છો છો કે તમારી સાથે આવું ના થાય તો ઘરમાં ઘડિયાળ હંમેશા સાચી જગ્યા પર લગાવવી. ઘર અથવા ઓફિસમાં ખોટી દિશા અથવા ખોટી જગ્યા પર લાગેલી દીવાલ ઘડિયાળ ખુબ જ નુકસાન કારક હોય છે. દીવાલ ઘડિયાળને હંમેશા સાચી જગ્યા પર જ લગાવવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં દીવાલ ઘડિયાળ લગાવવાના કેટલાક નિયમ અને સાચી દિશા જણાવી છે. તેનુ પાલન જરૂર કરવું જોઈએ.

ઘડિયાળ લગાવતી સમયે રાખવું આ વાતોનું ધ્યાન: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળને ઉત્તર પૂર્વ દિશાની દીવાલ પર લગાવવી શુભ હોય છે. આ દિશા સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોય છે. આ દિશામાં ઘડિયાળ લગાવવાથી ઝડપી પ્રગતી થાય છે અને માં લક્ષ્મીજી ઘરમાં નિવાસ કરે છે. ઘરના સભ્યોના વિચાર સકારાત્મક રહે છે.

ઘર અથવા ઓફિસની દક્ષિણ  દિશામાં ક્યારેય પણ ઘડિયાળ ના લગાવવી જોઈએ. ઘડિયાળ લગાવવા માટે દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. આ દિશાને યમની દિશા માનવામાં આવે છે. તેના સિવાય દરવાજા ઉપર પણ ઘડિયાળ ના લગાવવી. તેમ કરવાથી પણ લોકો પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે.

ઘરમાં જો કોઈ બંધ અથવા ખરાબ ઘડિયાળ છે તો તેને તરત જ ઘર માંથી હટાવી દો. તેવી ઘડિયાળ તમારી પ્રગતિને રોકતી હોય છે અને વાસ્તુ દોષ ઉભા કરે છે. તેનાથી ઘરમાં ગરીબી આવે છે. ઘડિયાળના રંગનું પણ ધ્યાન રાખવું.

ક્યારેય પણ ઘર અથવા ઓફિસમાં લાલ, કાળી અથવા વાદળી રંગની ઘડિયાળ ના લગાવવી જોઈએ. પીળો, લીલો અથવા આછા ભૂરા રંગની ઘડિયાળ લગાવવી શુભ હોય છે.