એવું કહેવામાં આવે છે કે પીપળના ઝાડની પૂજા કરવાથી જીવનમાં અનેક વિઘ્નોનો અંત આવે છે, આની સાથે પીપળાનું વૃક્ષ બધાને સુખ અને સમૃદ્ધિ આપે છે. આવી સ્થિતિમાં ભગવાન શ્રીકૃષ્ણે ખુદ ભગવદ ગીતામાં પણ કહ્યું છે કે, વૃક્ષમાં હું પીપળાનું ઝાડ છું. તમને જણાવી દઈએ કે પીપળાના ઝાડનો મહિમા ખૂબ જ અનોખો છે અને ભવ્ય પણ છે.
એવું કહેવામાં આવે છે કે, પીપળાના ઝાડને રાજા માનવામાં આવે છે અને તે ફક્ત ધાર્મિક મહત્વનું પૂરતુંં જ નથી પરંતુ વૈજ્ઞાનિક દ્ર્ટિકોણથી પણ ખૂબ ફાયદાકારક છે. આજે અમે તમને પીપળાના આવા કેટલાક ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
શનિવારે પીપળના ઝાડના મૂળમાં પાણી ચઢાવવા અને સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી કુંડળીમાં શનિ દોષની અસર ઓછી થઈ શકે છે. દરરોજ સવારે પીપળના ઝાડને પાણી ચઢાવવાથી અને દીવો પ્રગટાવવાથી વ્યક્તિને દેવતાઓનો આશીર્વાદ મળે છે અને એવું માનવામાં આવે છે કે, આ વૃક્ષમાં તેત્રીસ કરોડ દેવતાઓ વસે છે.
પીપળના ઝાડના પાંચ પાન ઘરે લાવવા જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ અને તે પછી તેમને લક્ષ્મી દેવીના ચરણોમાં અર્પણ કરવા જોઈએ અને ત્યાર પછી તેને પર્સમાં રાખવા જોઈએ, જેથી જીવનમાં ક્યારેય પૈસાની કમી ન રહે. પીપળાના પાંદડાઓની માળા બનાવીને તેમાં રામ લખીને મંગળવારે હનુમાનજીને અર્પણ કરવાથી હનુમાનજીની કૃપા જીવનમાં રહે છે.
દેવતાઓની સાથે પૂર્વજો પણ પીપળાના ઝાડમાં વસે છે, અને પીપળાના ઝાડની પૂજા કરવાથી પરિવારના સભ્યો સરળતાથી પ્રગતિ કરે છે, અને ઘરમાં સુખ આવવા લાગે છે.