હિંદુ ધર્મમાં ઘણી પ્રકારની માન્યતાઓ છે અને ઘણી વસ્તુઓ શુભ અથવા અશુભ માનીને જોવામાં આવે છે. શુકનશાસ્ત્રમાં પશુ- પક્ષીઓથી સંબંધિત સંકેતોનું ખાસ મહત્વ માનવામાં આવે છે. કબૂતરને સુખ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે.
કેટલાક લોકો કબૂતરને માં લક્ષ્મીજીનું ભક્ત માને છે અને ઘરમાં તેને શુભ જણાવે છે તો કેટલાક લોકોનું માનવું છે કે કબૂતરનું ઘરમાં વારંવાર આવવું અથવા માળો બનાવો દુર્ભાગ્ય લાવે છે. ચાલો જાણીએ કબૂતર સંબંધી શુભ- અશુભ સંકેતો વિશે.
કબૂતરનો માળો બનવો અશુભ સંકેત: ઘણીવાર કબૂતરો ઘરની બાલ્કની, ધાબા પર કે એસી પર માળો બનાવે છે. શુકનશાસ્ત્ર અનુસાર ઘરમાં કબૂતરનો માળો બનવો અશુભ માનવામાં આવે છે. કબૂતરનો માળો બનવાનો અર્થ માનવામાં આવે છે કે તે ઘરમાં દુર્ભાગ્ય લઈને આવ્યું છે.
તેથી શક્ય તેટલી વહેલી તકે તેનો માળો દૂર કરો. માનવામાં આવે છે કે માળો બનવાથી ઘરના સભ્યોની આર્થિક સ્થિતિ પર અસર પડે છે અને તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
કબૂતરનું આવવું શુભ: જો કબૂતર માળા વગર તમારા ઘરે આવતું રહે છે તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે. શુકનશાસ્ત્ર અનુસાર માં લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે ઘરમાં આવનાર કબૂતરોને દાણા ખવડાવો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેમ કરવાથી કુંડળીમાં ગુરુ અને બુધની સ્થિતિ મજબૂત થાય છે. તે સિવાય કબૂતરના આગમનથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. જો તમે વહેલી સવારે કબૂતરનો અવાજ સાંભળો છો તો તે લાભ મળવાના સંકેત છે.
સૌભાગ્ય લાવે છે કબૂતર: જો કબૂતર ઘરે આવી જાય તો તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ શકે છે. શાસ્ત્રો અનુસાર કબૂતર માં લક્ષ્મીજીના ભક્ત છે. તેથી ઘરમાં કબૂતર રાખવાથી સુખ- શાંતિ વધે છે. જો કબૂતર ઘરમાં પ્રવેશ કરે તો તેને ભગાડવાને બદલે તેને દરરોજ દાણા ખવડાવવા શુભ માનવામાં આવે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)