માટીની આ પાંચ વસ્તુનો ઉપયોગ પણ ચમકાવી શકે છે કિસ્મત, આજે જ લઇ આવો ઘરે અને જુઓ ચમત્કાર

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુનું ખાસ મહત્વ છે. હિંદુ ધર્મમાં પૂજા- પાઠ દરમિયાન માટીની વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે માટીના દિવેલીયા, ભગવાનની મૂર્તિઓ અને વાસણ વગેરે. શાસ્ત્રોમાં પણ માટીથી બનેલ વસ્તુના ઉપયોગ પર ખાસ ભાર આપ્યો છે.

વાસ્તુ શાસ્ત્રમાં કહેવાહ છે કે માટીની વસ્તુઓને જો ઘરમાં રાખવામાં આવે તો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. સાથે જ આર્થિક સમસ્યાઓથી પણ મુક્તિ મળે છે. ચાલો જાણીએ માટીથી બનેલી આ પાંચ વસ્તુઓ વિશે.

માટીની મૂર્તિઓ: વાસ્તુશાસ્ત્રમાં માટીની વસ્તુઓ ખાસ કરીને માટીની મૂર્તિઓને ખૂબ જ શુભ માનવામાં આવી છે. તેવી સ્થિતિમાં ઘરના મંદિરમાં માત્ર માટીની મૂર્તિઓ જ રાખવાનો પ્રયાસ કરો. કહેવાય છે કે માં લક્ષ્મીજીની માટીથી બનેલી મૂર્તિ રાખવાથી ઘરની પ્રગતી થાય છે. વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવી શુભ અને ફળદાયક છે.

માટીના દીવા: હિંદુ ધર્મમાં માટીના દીવાનું ઘણું મહત્વ છે. કહેવાય છે કે તેના વગર કોઈ પણ ધાર્મિક વિધિ પૂર્ણ નથી થતી. હવે ઘરોમાં લગભગ ધાતુના દીવાઓનો ઉપયોગ થાય છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં માત્ર માટીના દીવાને જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ઘરમાં માટીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

માટીના ઘડા: ઘરોમાં ઉનાળામાં ઠંડુ પાણી પીવા માટે માટીના ઘડા રાખવામાં આવે છે. સ્વાસ્થ્યની સાથે વાસ્તુ અનુસાર તેને પણ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશામાં માટીના ઘડામાં પાણી ભરી રાખવાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે પરંતુ ધ્યાન રાખો કે ઘડો હંમેશા પાણીથી ભરેલો રહેવો જોઈએ.

માટીની ફૂલદાની: આજકાલ લોકો ઘરમાં પ્લાસ્ટિક કે સિમેન્ટની ફૂલદાની રાખે છે પરંતુ વાસ્તુમાં માટીની ફૂલદાની પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. માટીની ફૂલ્દાનીને શુભ માનવામાં આવે છે. તેવી સ્થિતિમાં ઘરમાં ફૂલ- છોડ લગાવવા માટે માટીની ફૂલદાનીનો ઉપયોગ કરો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ- શાંતિનો વાસ થાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)