ઘર માટે સુપર લકી હોય છે આ પક્ષી, પરંતુ વર્તો સાવધાની નહીંતર મળી શકે છે શ્રાપ

ઘણા લોકોને પશુ- પક્ષીઓને પાળવાનો શોખ હોય છે. કેટલાક લોકો રખેવાળી માટે પણ જાનવરો પાળતા હોય છે. તમને મોટાભાગના ઘરોમાં કૂતરા, બિલાડી અને સસલા જોવા મળશે પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ અનુસાર પોપટ ખૂબ જ શુભ પક્ષી છે. તેનો અવાજ જેટલો મધુર હોય છે તેટલો જ તે જોવામાં પણ મનમોહક હોય છે.

તેને ઘરમાં રાખવાથી આશીર્વાદ તો મળે જ છે સાથે સાથે અનેક રોગોનું જોખમ પણ ટળી જાય છે. હવે સમજો કે વાસ્તુ અનુસાર પોપટનું પાંજરું કઈ દિશામાં રાખવું જોઈએ અને કઈ સાવચેતી રાખવી જોઈએ.

કહેવાય છે કે પોપટ પાળવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે. જો તમે પોપટ ના રાખો અને તેની તસવીર ઘરમાં રાખી દો તો પણ કોઈનું અકાળે મૃત્યુ નથી થતું અને તમે શનિ, કેતુ અને રાહુની ખરાબ નજરથી બચી જશો.

જેઓ ઘરે પોપટ રાખે છે, તેમની આસપાસ ડીપ્રેશન નથી ફરકતું. વાતાવરણ સકારાત્મક બને છે અને રોગોનું જોખમ પણ ઓછું રહે છે. પોપટ રાખતી વખતે ધ્યાન રાખો કે તમે તેને ઘરની પૂર્વ- ઉત્તર દિશામાં રાખો. તેનાથી ઘરમાં બરકત રહેશે. પરંતુ એ નોંધવું જોઈએ કે પોપટ પાંજરામાં હોય તો પણ તે ખુશ હોવો જોઈએ.

ઘરમાં પોપટ રાખવાથી પતિ- પત્નીના સંબંધો પણ સુધરે છે. તેમના સંબંધો મજબૂત બને છે અને ઝઘડા પણ ઓછા થાય છે. પરંતુ હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે જો પોપટ ગુસ્સે થઈ જાય તો તે ઘરને શાપ આપી શકે છે, જેની ખરાબ અસર પરિવારના સભ્યો પર પડી શકે છે.