ઘરના મંદિરમાં ક્યારેય ના રાખો આ ત્રણ વસ્તુ, પરિવારને બનાવી દે છે ગરીબ

ભારતીય સંસ્કૃતિમાં મંદિર વિના કોઈપણ ઘર અધૂરું માનવામાં આવે છે. તમારે ધ્યાન રાખવું પડશે કે ઘરના મંદિરમાં ત્રણ વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી, નહી તો તમારે પસ્તાવો કરવો પડી શકે છે. ભારતીય સંસ્કૃતિમાં જયારે પણ ઘર બનાવવામાં આવે છે, ત્યારે મંદિર માટે અલગ જગ્યા છોડવામાં આવે છે. મંદિર વિના એ ઘર અધૂરું માનવામાં આવે છે.

મંદિર એ માત્ર ભગવાનની પૂજા-અર્ચનાનું સ્થાન નથી, પરંતુ ત્યાં ધ્યાન-યોગ કરીને ભગવાન સાથે સીધો સંપર્ક જોડવાના પ્રયાસ કરવામાં આવે છે. આજે અમે તમને જણાવીએ છીએ કે ઘરના મંદિરમાં કઈ ત્રણ વસ્તુઓ ન રાખવી જોઈએ.

ભૂલથી પણ ન રાખવી ખંડિત મૂર્તિઓ: સનાતન ધર્મ શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં ખંડિત મૂર્તિ ન રાખવી જોઈએ. આમ કરવું એ પ્રભુનું અપમાન ગણાય છે. જો મંદિરમાં તૂટેલી મૂર્તિ હોય તો ઘરમાં દુર્ભાગ્યની સંભાવના રહે છે. જો તમારા ઘરના મંદિરમાં તૂટેલી મૂર્તિ રાખવામાં આવી હોય તો આજે જ તેને કોઈપણ નહેર, નદી કે તળાવમાં વિસર્જિત કરો.

એક કરતા વધુ મૂર્તિઓ ન રાખવી: ઘરના મંદિરમાં કોઈપણ દેવી-દેવતાની એક થી વધુ મૂર્તિ કે તસવીર ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિઓ અંદરોઅંદર ઝગડવા લાગે છે, જેનાથી ઘરનું વાતાવરણ કડવું થઈ જાય છે અને લોકોને રોગચાળો ઘેરવા લાગે છે.

રોદ્રરૂપ વાળી મૂર્તિઓ ન રાખો: સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર, ક્રોધ કે ક્રોધના રૂપમાં દેવતાઓની મૂર્તિ કયારેય ઘરના મંદિરમાં રાખવામાં આવતી નથી. આમ કરવાનો અર્થ એ છે કે દેવી- દેવતાઓ તે ઘર પર પોતાનો ક્રોધ પ્રગટ કરે છે. તેના બદલે દેવી- દેવતાઓની હંમેશા શાંત અને આશીર્વાદ આપતી મૂર્તિ રાખવામાં આવે છે.

(Disclaimer: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. gujratbeat.com તેની પૃષ્ટિ નથી કરતુ.)