Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
ઘરની આ દિશામાં રાખી લો આ એક જાદુઈ વસ્તુ, દિવસ- રાત છપ્પરફાડ ધન વરસાવશે કુબેર - Gujarat Beat

ઘરની આ દિશામાં રાખી લો આ એક જાદુઈ વસ્તુ, દિવસ- રાત છપ્પરફાડ ધન વરસાવશે કુબેર

કુબેર દેવને ધનના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પર કુબેર દેવની કૃપા વરસતી હોય તો તેને જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી થતી. કુબેર દેવને પ્રસન્ન કરવા માટે વાસ્તુના કેટલાક નિયમોનું ચોક્કસ પાલન કરો. કુબેર દેવને કોષાધ્યક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.

દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે કુબેર દેવની કૃપા તેમના પર રહે. આ માટે તે દરેક શક્ય પ્રયાસ કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં તેવા જ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેને અનુસરીને વ્યક્તિને આર્થિક લાભ થવાની શક્યતાઓ રહે છે. ઘણી વખત જાણકારીના અભાવે વ્યક્તિ રવી ભૂલ કરે છે, જેના કારણે ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. જાણો કુબેર દેવની કઈ દિશા છે અને કઈ વસ્તુઓને ત્યાં રાખવાથી ફાયદો થશે.

ભગવાન કુબેરની પૂજા: જે વ્યક્તિ ભગવાન કુબેરની પૂર્ણ ભક્તિથી પૂજા કરે છે તેના જીવનમાં પૈસાની કમી નથી થતી. સફળતા એવા વ્યક્તિના પગ ચૂમે છે અને તે આગળ વધે છે. તેથી શાસ્ત્રો અનુસાર દરરોજ ભગવાન કુબેરની પૂજા કરો. તેનાથી આર્થિક સંકડામણ તો દૂર થશે જ પરંતુ ઘરમાં સુખ- શાંતિ પણ આવશે.

કુબેર યંત્રઃ કુબેર યંત્રને ઘરમાં રાખવું પણ ધનના આગમન સમાન હોય છે, જો કે તેને રાખવા માટે આ દિશા વિશે જાણવું જરૂરી છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કુબેર યંત્ર હંમેશા ઘરની ઉત્તર- પૂર્વ દિશામાં રાખવું જોઈએ. તેનાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ જળવાઈ રહે છે.

પાણીનો ફુવારો લગાવોઃ જ્યોતિષમાં કુબેર દેવને ઉત્તર દિશાના સ્વામી કહેવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ દિશામાં પાણીનો ફુવારો સ્થાપિત કરવો શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિશામાં પાણીનો ફુવારો લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને ધનની કમી ક્યારેય નથી આવતી.

તિજોરી ક્યાં રાખવીઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ- પશ્ચિમ દિશામાં તિજોરી રાખવી જોઈએ. એવું કહેવાય છે કે આ દિશામાં તિજોરી રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને જો કોઈ વ્યક્તિ આર્થિક સંકટનો સામનો કરી રહી હોય તો તે પણ દૂર થઈ જાય છે.

આ વાતનું પણ રાખો ધ્યાન: વાસ્તુ શાસ્ત્ર અનુસાર પગરખાં અને ચપ્પલ ઉત્તર દિશામાં ના રાખવાનું ખાસ ધ્યાન રાખો. આ દિશાને ભગવાન કુબેરની દિશા માનવામાં આવે છે.આ દિશામાં જૂતા- ચપ્પલ રાખવાથી ભગવાન કુબેરનું અપમાન થાય છે.