લીંબુના ઉપાયોથી બની જશો માલામાલ, માનવામાં ના આવે તો તમે પોતે અજમાવી જુઓ

ઘણીવાર એવું જોવા મળે છે કે વ્યક્તિને મહેનતનું ફળ નથી મળતું હોતું. ઘણી વખત વ્યક્તિનું ભાગ્ય સાથ નથી આપતું. તેવી સ્થિતિમાં જ્યોતિષમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અજમાવવાથીવ્યક્તિનું સૂતેલું નસીબ જાગી ઉઠે છે. તાંત્રિક ગ્રંથોમાં લીંબુના ઉપાયો વિશે ઉલ્લેખ છે. તેને અપનાવવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને સરળતાથી દૂર કરી શકાય છે.

સમસ્યાઓનો સામનો કરવા માટે લીંબુના આ ઉપાય અજમાવો: જો ધંધો ના વધી રહ્યો હોય અને નુકસાન થઇ રહ્યું હોય તો શનિવારે એક લીંબુના ચાર ટુકડા કરી દો અને ચોકડી પર જઈને લીંબુના ટુકડા ચારે બાજુ ફેંકી દો. તેમ કરવાથી ધંધો વધશે.

કોઈ વ્યક્તિને નજર લાગવા પર માથાથી પગ સુધી સાત વખત લીંબુ ફેરવી. આ પછી આ લીંબુના ચાર ટુકડા કરી લો અને પછી તેને ક્યાંક સુમસામ જગ્યાએ ફેંકી દો. તેનાથી વ્યક્તિની નજર ઉતરી જશે.

કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે લીંબુ પર લવિંગ લગાવી દો. હનુમાન મંદિરમાં જાઓ અને ત્યાં હનુમાનજીનો પાઠ કરો. આ પછી હનુમાનજીને પ્રાર્થના કરો. તે પછી લીંબુ લઈને કામ શરૂ કરો. જુઓ કે તમને કામમાં કેવી સફળતા મળે છે.

જો થતા કામ બગડી રહ્યા છે, તો એક લીંબુ લઈને તમારા પર ફેરવી નાખો. હવે તેના બે ટુકડા કરો અને એક ટુકડો જમણી બાજુ અને બીજો ડાબી બાજુ ફેંકી દો. તેમ કરવાથી તમારા અટકેલા કામ થવા લાગશે.

જો તમે નોકરી મેળવવા માટે સતત મહેનત કરતા હોવ અને છતાં પણ તમને સફળતા ના મળી રહી હોય, તો રાત્રે ૧૨ વાગે ચાર રસ્તા પર જઈને એક લીંબુના ચાર ટુકડા કરી લો અને ચારેય ટુકડાને ચારેય દિશામાં દૂર- દૂર સુધી ફેંકી દો.

લીંબુનો કોઈ ઉપાય લીધા પછી ક્યારેય પાછું વળીને ના જોવું. અને બીજે ક્યાંય જવું પણ નહીં. લીંબુનો ઉપાય લીધા પછી સીધા તમારા ઘરે જતું રહેવું. રસ્તા પર પડેલા લીંબુ મરચા પર ક્યારેય પગ ના મૂકવો જોઈએ. તે વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)