સપના દરેકને આવતા હોય છે. ક્યારેક તે ખૂબ જ મીઠા હોય છે તો ક્યારેક તે ખૂબ જ ડરામણા હોય છે. સપનામાં પણ ઘણી વિચિત્ર વસ્તુઓ જોવા મળતી હોય છે. તેવી સ્થિતિમાં આપણે વિચારમાં પડી જતા હોઈએ છીએ કે શું તેનો પણ કોઈ અર્થ હશે? જો તમે સ્વપ્ન વિજ્ઞાનમાં વિશ્વાસ કરો છો, તો સ્વપ્નમાં દેખાતી દરેક વસ્તુ તમને કોઈ ખાસ સંકેત આપતી હોય છે. તેવી સ્થિતિમાં આજે અમે તમને સપનામાં ગરોળી જોવાનો અર્થ જણાવી રહ્યા છીએ. આવો તમે પણ જાણો કે સપનામાં ગરોળી જોવી શુભ હોય છે કે અશુભ.
સપનામાં જોવા મળતી ગરોળી આપે છે આ સંકેત: ૧. જો તમે તમારા સપનામાં ગરોળીને કીડા અને જીવાત ખાતી જોવો છો તો તે એક અશુભ સંકેત છે. તેનાથી તમારે સાવધાન થઇ જવું જોઈએ. મતલબ કે કોઈ તમારા ઘરને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
૨. જો તમે તમારા સપનામાં દિવાલ પર ગરોળી ચોંટેલી જુઓ છો, જે અચાનક તમારા પર ત્રાટકે છે, તો તે પણ એક અશુભ સંકેત હોય છે. તેનો અર્થ એ છે કે તમારો દુશ્મન તમને નુકસાન પહોંચાડવાની યોજના બનાવી રહ્યો છે. તે કિસ્સામાં તમે સાવચેત રહો.
૩. જો સપનામાં આવેલી ગરોળી તમને જોઈને ડરી જાય અને ભાગી જાય તો આ એક સારો સંકેત છે. આનો અર્થ એ છે કે તમને નોકરીમાં પ્રમોશન મળવાનું છે. જો તમે વેપાર કરો છો તો તેમાં પણ સફળતા મળશે.
૪. જો તમે પ્રેગ્નેન્ટ છો અને તમને સપનામાં ગરોળી દેખાય છે, તો તે સારો સંકેત નથી. તેનો અર્થ એ છે કે તમારું ગર્ભસ્થ બાળક સ્વસ્થ નથી.
૫. સપનામાં ગરોળીને પકડવી એ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમને એક મોટો ડર છે અને તમે તે ડરને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો.
૬. જો તમે સપનામાં કોઈ અન્ય વ્યક્તિને ગરોળી પકડીને જોશો તો તે પણ શુભ એક સંકેત છે. તેનો અર્થ એ છે કે તમારે અન્ય લોકોની જેમ બહાદુર બનવાની જરૂર છે.
૭. સપનામાં ગરોળીને ઘરમાં પ્રવેશતી જોવી એ પણ શુભ સંકેત માનવામાં નથી આવતું. તેનો અર્થ એ છે કે તમે તમારા ઘરમાં પારિવારિક સમસ્યાઓથી ચિંતિત છો. તેથી તમારે તેનો સામનો કરવાની જરૂર છે.
૮. જો તમે તમારા સપનામાં ગરોળીને મારી નાખો છો, તો તે એક સારો સંકેત છે. તેનો અર્થ એ છે કે તમે તમારા જીવનની બધી સમસ્યાઓને સમાપ્ત કરી દીધી છે.