વાસ્તુ શાસ્ત્રમાં ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે જે ચુંબકની જેમ પૈસાને આકર્ષવાનું કામ કરે છે. આજે આપણે એવા જ કેટલાક ઉપાયો વિશે જાણીશું જેને કરવાથી વ્યક્તિની સંપત્તિ અનેક ગણી ઝડપે વધવા લાગે છે. વાસ્તુ જાણકારો અનુસાર વાસ્તુ દોષ, નકારાત્મકતા વગેરે વ્યક્તિની પ્રગતિ, ઘરની પ્રગતી, દેવી લક્ષ્મીજીના આગમન વગેરેમાં અડચણો ઉભી કરે છે.
ઘણી વખત વ્યક્તિ તે ખામીઓથી અજાણ હોય છે જેના કારણે તે જીવનના કોઈપણ કાર્યમાં સફળતા મેળવી શકતો નથી. તેવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેમને અપનાવીને તમે ચુંબકની જેમ પૈસા આકર્ષિત કરી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
રંગનું રાખો ધ્યાન: ઘરમાં કલર કરાવતી વખતે જો વાસ્તુ અનુસાર કલર કરવામાં આવે તો ધનની વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. વાસ્તુ જાણકારો કહે છે કે ઉત્તર દિશામાં લીલો, પૂર્વ દિશામાં સફેદ, પશ્ચિમ દિશામાં વાદળી અને દક્ષિણ દિશામાં લાલ રંગને સંપત્તિ વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
સાચી દિશામાં હોવું જોઈએ પાણી: જો તમારા ઘરમાં સ્વિમિંગ પૂલ, બોરવેલ છે તો તેના માટે દિશા નક્કી કરવામાં આવી છે. વાસ્તુ અનુસાર ઉત્તર, ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશાઓ પાણી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આ દિશામાં રાખવી તિજોરી: વાસ્તુ જાણકારો અનુસાર જો તિજોરીને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તેમાં રાખવામાં આવેલ ધન અનેક ગણું વધી જાય છે. વાસ્તુમાં તિજોરી રાખવાની સાચી દિશા દક્ષિણ કે દક્ષિણ-પશ્ચિમ છે. આ દિશામાં તિજોરી રાખવાથી ઘણી દિશાઓથી ધનનું આગમન થાય છે.
ઘરમાં લગાવો મની પ્લાન્ટ: જો તમે ઘરને ઝાડ અને છોડથી સજાવવા માંગો છો તો ઘરમાં મની પ્લાન્ટ ચોક્કસ લગાવો. તેને ઘરમાં યોગ્ય દિશામાં લગાવવાથી ધન વર્ષા થાય છે.
ઘરને રાખો સ્વચ્છ: કહેવાય છે કે માં લક્ષ્મીજી પણ એ જ ઘરમાં નિવાસ કરે છે જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. ઘરની ઉત્તર દિશાને વ્યવસ્થિત અને સ્વચ્છ રાખવી જોઈએ. આ દિશાને ધનની દિશા માનવામાં આવે છે.
ઘરના કાંચ ના થવા દો ગંદા: વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ઘરના દરવાજા અને બારીઓ પર કાચ હંમેશા સાફ રાખો. તેને સ્વચ્છ રાખવાથી ઘરમાં પૈસાની આવક થતી રહે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)