આ મંત્ર છે ચમત્કારિક, મૃત્યુ પણ ટળી જાય છે.. જાણો કઈ રીતે કરવું ઉચ્ચારણ અને તેના ફાયદા

મહામૃત્યુંજય મંત્રનો મહિમા બધા જાણે છે. માન્યતા છે કે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે. સાથે જ વ્યક્તિના જીવનમાંથી પરેશાનીઓનો નાશ કરે છે. આવો જાણીએ તેના ફાયદા અને સાચી વિધિ. ભગવાન શિવની ભક્તિ માટે સોમવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

દરેક દેવી- દેવતાને કોઈક ને કોઈક દિવસ સમર્પિત છે પરંતુ દેવી- દેવતાઓના કેટલાક એવા કાર્યો છે, જે નિયમિત રીતે કરવામાં આવે તો લાભ થાય છે. તેમાંથી એક ભગવાન શિવનો મહામૃત્યુંજ્ય મંત્ર પણ છે. મૃત્યુંજય મંત્ર વિશે પુરાણોમાં એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ મંત્રનો નિયમિત જાપ કરે છે તે અકાળ મૃત્યુંથી મુક્તિ મેળવે છે.

એવું કહેવાય છે કે આ મંત્રનો જાપ દીર્ધાયુ માટે કરવામાં આવે છે. આનાથી ભગવાન શિવ પ્રસન્ન થયી ભક્તોને લાંબા આયુષ્યનું વરદાન આપે છે. ચાલો જાણીએ તેના ફાયદા અને વિધિ વિશે. મંત્ર- ॐ त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम. उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात.

મૃત્યુંજ્ય મંત્રની જાપ વિધિ: મંત્રનો જાપ શરુ કરતા પહેલા સ્નાન વગેરેમાંથી નિવૃત થયા પછી, ભગવાન શિવની સામે જે કામ કરવાનું હોય તેનું પુનરાવર્તન કરો. પછી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.

ત્યાર બાદ શિવલિંગની સામે ઊભા રહો અને એક લાખ અથવા તમારી શ્રદ્ધા અનુસાર મંત્રનો જાપ કરવાનો સંકલ્પ લો. મૃત્યુંજય મંત્રનો જાપ રુદ્રાક્ષની માળાથી કરવામાં આવે છે. સાથે જ આ મંત્રની શરૂઆત સોમવારના દિવસે કરવી જોઈએ.

એ વાતનું ધ્યાન રાખો કે આ મંત્રનો જાપ બપોરે ૧૨ વાગ્યા પહેલા કરવામાં આવે છે. માન્યતા છે કે ૧૨ વાગ્યા પછી આ મંત્રનો જાપ કરવાથી ફળની પ્રાપ્તિ નથી થતી. જો તમે ઘરમાં મંત્રની શરૂઆત કરી રહ્યા છો તો પહેલા શિવલિંગની પૂજા કરો અને પછી જ મંત્રનો જાપ કરવો.

જો ઘરમાં શક્ય ન હોય તો મંદિરમાં જઈને શિવલીંગની પૂજા કરો અને પછી ઘરે આવીને ઘીનો દીવો પ્રગટાવીને જાપ કરો. જણાવી દઈએ કે મહામૃત્યુંજય મંત્રના જાપની અગિયાર માળા સતત દસ દિવસ સુધી કરો અને તે પૂર્ણ થયા પછી હવન કરવો.

મહામૃત્યુંજય મંત્રના ફાયદા: જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ મંત્રનો જાપ ગ્રહદોષ, ગ્રહવિઘ્ન, રોગ, જમીન સંપત્તિના વિવાદ, ધનની હાનીથી બચવા અને વર- કન્યાની કુંડળી ન મળવાની સ્થિતિમાં કરવામાં આવે છે. (Disclaimer: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતુ.)