અગરબત્તી વિના પૂજા પૂર્ણ નથી થતી. તેની સુવાસથી સમગ્ર વાતાવરણ સકારાત્મક બની જાય છે પરંતુ કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે પૂજામાં અગરબત્તી સળગાવવી એ ધાર્મિક દૃષ્ટિકોણથી અશુભ માનવામાં આવે છે. જાણકારોનું કહેવું છે કે વાસ્તુ શાસ્ત્રમાં વાંસને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને વાસ્તુ દોષને દૂર કરવા માટે વાંસનો છોડ રાખવાની પણ સલાહ આપવામાં આવે છે.
અગરબત્તી બનાવવામાં વાંસના લાકડાનો ઉપયોગ થાય છે, તેથી પૂજા સમયે અગરબત્તી ના પ્રગટાવવી જોઈએ. અગરબત્તી સળગાવવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.
ફેંગશુઈ અનુસાર, વાંસ સળગાવવાથી વ્યક્તિના નસીબનો નાશ થાય છે, કારણ કે વાંસનો છોડ સૌભાગ્ય લાવનારો હોય છે. હિંદુ ધર્મમાં વાંસને વંશનું પ્રતિક માનવામાં આવે છે. તેથી જ વાંસ સળગાવવું એ તમારા કુટુંબના વંશને નુકસાન પહોંચાડવા જેવું હોય છે.
ઘણા ગ્રંથોમાં એવું પણ લખવામાં આવ્યું છે કે વાંસ બાળવાથી પિતૃદોષ થાય છે. વૈજ્ઞાનિક તથ્યોની વાત કરીએ તો અગરબત્તીઓના ધુમાડાથી શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે.
અગરબત્તીઓ પર રાસાયણિક પદાર્થોનો લેપ લગાવીને બનાવવામાં આવે છે, તેથી તેનો ધુમાડો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. શાસ્ત્રોમાં ક્યાંય પણ અગરબત્તીઓ સળગાવવાનો ઉલ્લેખ નથી, દરેક જગ્યાએ માત્ર ધૂપબત્તીઓની જ વાત કરવામાં આવેલી છે.
જનોઈ, મુંડન અને લગ્ન મંડપ બનાવવા જેવા શુભ કાર્યોમાં વાંસનો ઉપયોગ થાય છે. તેથી તેને બાળવું કોઈપણ રીતે યોગ્ય ના કહેવાય ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત બીટ કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ નથી કરતું. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.