આમ તો ભારતને સાધુ સંતોનો દેશ કહેવામાં આવે છે કારણ કે આપણા દેશમાં લોકો ધર્મ- પૂજામાં ઊંડી આસ્થા ધરાવે છે. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી દેશભરમાં એકથી ચડે એવા એક ઐતિહાસિક મંદિરો છે, જેમાં દર્શન કરવા માટે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવે છે.
દરેક મંદિરમાં કોઈને કોઈ વિશેષતા હોય છે, જેના કારણે લોકો આકર્ષિત થતા હોય છે. ગુજરાતમાં પણ એક મંદિર એવું આવેલું છે જ્યાં અઠવાડિયાના બે દિવસ કેટલાક દ્રશ્યો જોઇને તમે ધ્રુજી ઉઠો, કારણક પણ છે કંઈક ખાસ. તો આ છે સૌરાષ્ટ્રનું સાળંગપુર હનુમાનજીનું મંદિર. આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં હનુમાનજીના દર્શન કરવાથી કોઈપણ વ્યક્તિને ભૂત, પ્રેત, બ્રહ્મરાક્ષસ વગેરે જેવા તમામ પ્રકારના અવરોધો તરત જ દૂર થઈ જાય છે.
એવું માનવામાં આવે છે કે સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીનું આ ધામ પીડિતજનોનું મોક્ષનું સ્થાન કહેવાય છે. લોકોના મતે અહીં દરેક જાતિ, ધર્મના લોકો આવે છે, એવું કહેવાય છે કે અહીંના પૂજારી મંત્ર જાપ કર્યા પછી તરત જ ભૂત, દાનવ અને બ્રહ્મરાક્ષસ વગેરેથી પીડિત વ્યક્તિ પર પાણીનો છંટકાવ કરે છે, ત્યારબાદ પૂજારી તે આત્મા સાથે વાત કરે છે અને શરીરને કબજે કરવાનું કારણ અને તેની વેદનાનું સમાધાન પણ જણાવે છે.
ઘણી વખત એવું પણ બને છે કે આ આત્માઓ પીડિતને ના છોડવાની જીદ કરે છે, પરંતુ જેવી તેઓને એક ખાસ છડી/લાકડી બતાવવામાં આવતા જ તેઓ ચીસો પાડવા લાગે છે અને પછી તે વ્યક્તિને ક્યારેય ખલેલ પહોંચાડવાનું, પરેશાન ના કરવાનું વચન આપીને ભાગી જાય છે. એવી માન્યતા છે.
આ મંદિરમાં દર શનિવાર અને મંગળવારે આ પ્રકારનું દ્રશ્ય જોવા મળે છે, જ્યાં હજારો ભક્તો કષ્ટભંજનદેવના દર્શન કરીને પોતાની વિવિધ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે. સાળંગપુર વિશે એવું કહેવાય છે કે રામાયણ કાળમાં જ્યારે ભગવાન રામ તેમના ભાઈ લક્ષ્મણ સાથે સીતાજીને શોધતા શોધતા કિષ્કિંધા પહોંચ્યા તો ત્યાં હનુમાનજી મળ્યા હતા. હનુમાનજીએ તેમનો પરિચય સુગ્રીવ સાથે કરાવ્યો હતો. બાલીનો વધ કરાયો હતો. સુગ્રીવ કિષ્કિંધના રાજા બન્યા.
૧૯૦૫ માં હનુમાનજીની મૂર્તિની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારથી દરરોજ હજારો ભક્તો દેશ- વિદેશમાંથી અહીં કષ્ટભંજન દેવના દર્શન કરવા અને તેમના દુઃખના નિવારણ માટે આવતા હોય છે. તો આ મંદિર પરિસરમાં જ હનુમાનજીની ૫૪ ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા બનાવવામાં આવી છે જેને કિંગ ઓફ સાળંગપુર નામ આપ્યું છે. જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનજી માટે અપમાનજનક ભીંતચિત્રો હોવાનું સામે આવેલું અને પછી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા એ ફોટા કાઢી નાખવામાં આવતા વિવાદનો અંત આવેલો.
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અર્બન ગુજરાતી તેની પુષ્ટિ નથી કરતું.)