દરેક વ્યક્તિ પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ જાળવી રાખવા માટે સખત મહેનત કરતો હોય છે. જેથી તેમનું અને પરિવારના સભ્યોનું જીવન સુખમય બની શકે પરંતુ જો નસીબ સાથ ના આપે તો ઘણી વખત વ્યક્તિની બધી મહેનત વ્યર્થ જતી હોય છે અને વ્યક્તિને પૈસાની ખોટ, પૈસાની તંગી વગેરેનો સામનો કરવો પડે છે.
ધીરે ધીરે વ્યક્તિ દેવાના બોજ નીચે દટાવા લાગે છે. આ બધી પરેશાનીઓથી બચવા માટે વ્યક્તિ મહેનત કરે છે, ઉપાયો કરે છે, ભગવાનના નામનો જપ કરે છે પરંતુ શું તમે ક્યારેય તેની પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં વાસ્તુ દોષ અને ગ્રહદોષના કારણે પૈસાની તંગી અને આર્થિક સમસ્યાઓ થઈ શકે છે. તે ખામીઓને દૂર કરવા માટે કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ સરળ ઉપાય કોઈપણ વ્યક્તિ ખૂબ જ સરળતાથી કરી શકે છે. એક રૂપિયાના સિક્કા સાથે કરાયેલા કેટલાક ઉપાયો વ્યક્તિના જીવનમાંથી આર્થિક સમસ્યાઓ હંમેશ માટે દૂર કરી દેશે.
પર્સમાં આ રીતે રાખો સિક્કોઃ જો તમને કરિયરમાં સફળતા નથી મળી રહી અથવા મહેનત કરવા છતાં સારી તકો નથી મળી રહી તો આ ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે એક રૂપિયાનો સિક્કો અને મોરનું પીંછ તમારા પર્સ કે ખિસ્સામાં રાખો. તેમ કરવાથી જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જશે. અને મહેનતનું ફળ જીવનમાં મળવા લાગશે.
પરેશાનીઓથી છુટકારો મેળવવા માટેઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો પૈસાની અછતને કારણે પરિવારમાં પરેશાનીઓની હારમાળા અટકવાનું નામ નથી લઈ રહી, વ્યક્તિ સતત નુકસાનનો સામનો કરી રહ્યો છે, તો ચોખા અને એક રૂપિયાનો આ ઉપાય તમને મદદ કરશે. તે તમારી તમામ સમસ્યાઓનો અંત લાવી શકે છે.
એક વાસણમાં ચોખા અને એક રૂપિયાનો સિક્કો લો અને મંદિર જાઓ અને ભગવાનની આગળ પ્રાર્થના કરીને મંદિરના એક ખૂણામાં ચોખા અને સિક્કો મૂકો. પૂજા પછી આ ચોખા અને એક રૂપિયાનો સિક્કો કોઈને પણ દાનમાં આપી શકો છો.
ગરીબીમાંથી મુક્તિ માટેઃ જો કોઈ વ્યક્તિ પૈસાની સમસ્યાથી વધુ પરેશાનીમાં હોય અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હોય તો નિયમિતપણે સાંજે ઘરના મુખ્ય દરવાજા પર ઘીનો ચારમુખી દીવો પ્રગટાવવાથી લાભ થાય છે.
આ દીવામાં એકનો એક સિક્કો મૂકો. તેમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં માતા લક્ષ્મીનો નિવાસ થશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)