દરેક વ્યક્તિ અમીર બનવાનું સપનું જુએ છે અને અમીર બનવા માટે સખત મહેનત પણ કરે છે પરંતુ મહેનત કર્યા પછી પણ ઘણી વખત લોકો પૈસા કમાઈ શકતા નથી. જ્યારે ઘણા એવા લોકો છે જેમના હાથમાં પૈસા આવતા હોય છે પણ બચતા નથી. જો તમારી સાથે પણ આવું થાય છે, તો તમારે નીચે જણાવેલ સાવરણીથી સંબંધિત ઉપાય કરવા જોઈએ.
સાવરણી સંબંધિત આ ઉપાયો કરવાથી તમારા ઘરમાં ધન આવવા લાગશે અને તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. સાવરણી સાથે જોડાયેલા આ ખાસ ઉપાય કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે-
યોગ્ય દિવસે ખરીદો સાવરણી: સાવરણીનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે અને એવું માનવામાં આવે છે કે જો તમે સાવરણી યોગ્ય દિવસે અને સમયે ખરીદો છો, તો દેવી લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં બિરાજિત રહે છે અને જીવનમાંથી ગરીબી સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. તેથી, સાવરણી હંમેશા યોગ્ય દિવસે જ ખરીદો.
સાવરણી ક્યારે ખરીદવી – મંગળવાર, શનિવાર અને રવિવાર સાવરણી ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસો માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર જો આ દિવસોમાં સાવરણી ખરીદવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે અને માતા લક્ષ્મી તમને તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવવા દેતા.
જો કે એ વાતનું ધ્યાન રાખો કે જો તમારા પર શનિની સાડાસાતી કે ઢૈયા ચાલી રહી હોય તો શનિવારે ખરીદી ના કરવી. કારણ કે શનિવાદના દિવસે સાવરણી ખરીદવાથી તમારા જીવનમાં શનિદેવનો પ્રકોપ વધી શકે છે. આ દિવસે ઘરની બહાર કરો જૂની સાવરણી- નવી સાવરણી ખરીદ્યા પછી જૂની સાવરણીને લાંબા સમય સુધી ઘરમાં ના રાખો અને જૂની સાવરણીને તરત જ ઘરની બહાર કાઢી લો.
જો કે, તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે જૂની સાવરણી ભૂલથી પણ શુક્રવારે ઘરની બહાર ના નીકાળવી. કારણ કે આ દિવસ લક્ષ્મી માતાનો હોય છે અને જો તમે આ દિવસે ઘરની બહાર સાવરણીથી કચરો વાળો છો તો તમારા ઘરમાં લક્ષ્મીનો નિવાસ નથી થતો. સાવરણી ફેંકવાનો શ્રેષ્ઠ દિવસ શનિવાર છે અને તમારે આ દિવસે જ સાવરણી ઘરની બહાર નાખવી જોઈએ.
કહેવાય છે કે આ દિવસે ઘરની બહાર સાવરણી કાઢવાથી ઘરની દરિદ્રતા દૂર થઇ જાય છે. નવી સાવરણી લાવ્યા પછી કરો આ કામઃ જ્યારે તમે નવી સાવરણી ખરીદો ત્યારે સૌથી પહેલા સાવરણી પર સફેદ રંગનો દોરો બાંધો. સાવરણી પર સફેદ રંગનો દોરો બાંધવાથી લક્ષ્મી માતા ક્યારેય ઘરની બહાર નથી જતા અને હંમેશા તેમની કૃપા જાળવી રાખે છે.
શનિવારે ઉપયોગ કરો: નવી સાવરણી ખરીદ્યા પછી, તમારે તેનો ઉપયોગ સૌથી પહેલા માત્ર શનિવારે જ કરવો જોઈએ. આ સિવાય તમારી નવી સાવરણી ઘરની બહાર ના રાખવી અને તેને એવી જગ્યાએ રાખવી જ્યાં કોઈની તેના પર નજર જ ના પડે.