Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
નવા વર્ષે ખુશહાલી અને સંપન્નતા માટે અજમાવો તજના આ ઉપાય - Gujarat Beat

નવા વર્ષે ખુશહાલી અને સંપન્નતા માટે અજમાવો તજના આ ઉપાય

નવા વર્ષને સુખદ અને સંપન્ન બનાવવા માટે અલગ- અલગ ઉપાયો કરવામાં આવે છે. જેમાં તજથી જોડાયેલ ઉપાયો ખુબ જ અસરકારક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ મસાલાથી જોડાયેલ ઉપાયો ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે.

તેમાં તજનો પ્રયોગ ખુબ જ ખાસ માનવામાં આવે છે. તજનો ઉપયોગ મંગળ અને શુક્ર ગ્રહ મજબૂત કરે છે. ચાલો જાણીએ નવા વર્ષને સુખદ બનાવવા માટે તજનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.

નવા વર્ષે અજમાવો તજના ઉપાયો: જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો તજના ઉપાયો તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. તજનો પાઉડર બનાવો અને તેની ઉપર અગરબત્તી વિરુદ્ધ દિશામાં ફેરવો. ત્યાર પછી તમારી આંખો બંધ કરો અને સંપત્તિ વૃદ્ધિની પ્રાર્થના કરો.

તજના પાવડરને કાગળમાં બાંધીને તમારા પર્સ અથવા તિજોરીમાં રાખો. બાકીના પાવડરને તમારા પૂજા સ્થાન પર રાખો. દર બીજા દિવસે આ પાવડર બદલતા રહો. તેનાથી તમારી ધન સંબંધિત દરેક સમસ્યા દૂર થઈ જશે અને તમારી સંપત્તિમાં વધારો થવા લાગશે.

વ્યાપારમાં પ્રગતિ માટે તજના ઉપાય ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. તજનો પાઉડર હાથમાં લઈને ઘર, ધંધા કે દુકાનના મુખ્ય દરવાજે અંદર તરફ મુખ કરીને ઊભા રહો. હવે તે પાવડરને અંદર તરફ ફૂંક મારી ઉડાવી દો. આ ઉપાય કરતી વખતે વ્યાપારમાં પ્રગતિ માટે ભગવાનને પ્રાર્થના કરો. તેનાથી વ્યાપારમાં ઝડપી સફળતા મળે છે.

આર્થિક પ્રગતિ માટે તજ અને નારંગીની છાલને વાસણમાં ઉકાળો અને તેને ઠંડુ થવા દો. હવે તેને ગાળીને બોટલમાં ભરી લો. હવે આ પાણીને આખા ઘરમાં છાંટો. આ પાણી ઘરના ઝાડ અને છોડ પર પણ છાંટી શકાય છે. આ ઉપાય કરવાથી ઘરની પ્રગતી થાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)