માં લક્ષ્મીજીને ધન- સમૃદ્ધિના દેવી કહેવામાં આવે છે. માં લક્ષ્મીજીના આગમન માટે પૂજા અને વ્રત કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે પાંચ એવી પવિત્ર જગ્યા પણ છે જ્યાં માં લક્ષ્મીજી વાસ કરે છે. લક્ષ્મીજીને ચંચળ કહેવામાં આવે છે. તેથી તેમની અવરજવર જીવનમાં થતી રહે છે પરંતુ કેટલીક એવી પવિત્ર જગ્યા પણ જણાવી છે જ્યાં માં લક્ષ્મીજી વાસ કરે છે. તેથી તેમની પૂજા કરવી અને તેમના દર્શન કરવા ખુબ જ શુભ માનવામાં આવે છે.
તેમાંથી પહેલી જગ્યા છે કમળ: દરેક વ્યક્તિ જાણે છે કે માં લક્ષ્મીજી કમળમાં વાસ કરે છે. તેથી તેમની પૂજામાં કમળનું ફૂલ રાખવામાં આવે છે. માં લક્ષ્મીજીના કેટલાક નામ તો કમળ પરથી જ છે જેમ કે પદ્મિની, પદ્મપ્રિયા. તેથી માં લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે તેમની પૂજામાં કમળનું ફૂલ રાખવામાં આવે છે.
કહેવાય છે કે માં લક્ષમીજી ગાયની પીઠ પર રહે છે. હિદું ધર્મમાં ગાયની વિશેષ રૂપથી પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ગાયને ખવડાવે છે તેમની સેવા કરે છે. તેમને માં લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મળે છે. ઘણી જગ્યાઓએ લક્ષ્મી પૂજા રૂપે ગાય માતાની પીઠ પર હલ્દી અને સિંદૂર લગાવીને પૂજા પણ કરવામાં આવે છે. તેના સિવાય ગુરુવારે ગાયમાતાને લોટના રોટલા પણ ખવડાવામાં આવે છે.
માં લક્ષ્મીજીનો એક નિવાસ હાથી પણ છે. એવું કહેવાય છે કે માં લક્ષ્મીજી હાથીના મસ્તક પણ પણ બિરાજમાન રહે છે. તેથી હાથીનો જોવો ખુબ જ શુભ માનવામાં આવે છે. માં લક્ષ્મીજીનું એક રૂપ ગજલક્ષ્મી પણ છે. માં લક્ષ્મીજીના ફોટામાં તમે ગજ પણ જોયો હશે. જે તેમના પર ધન અથવા પાણીની વર્ષા કરતુ જોવા મળે છે.
મનુષ્યના હાથમાં પણ માં લક્ષ્મીજીનો વાસ હોય છે. એવું કહેવાય છે કે જો વ્યક્તિ મનુષ્ય સવારે ઉઠીને પોતાની હથેળી જોવે અને તેને માથે લગાવે તો પણ માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. વાસ્તવમાં માં લક્ષ્મીજી કર્મ કરતા વ્યક્તિથી પ્રસન્ન થાય છે. આળસ, ગંદકીમાં રહેતા લોકોના ત્યાં માં લક્ષ્મીજીનો વાસ નથી થતો.
બીલી પત્રમાં પણ માં લક્ષ્મીનો વાસ થાય છે. એવું કહેવાય છે કે માં લક્ષ્મીજીની પૂજામાં બીલી પત્ર પણ રાખવા જોઈએ. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)