દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના નવા વર્ષની શરુઆત ખુબ જ શુભ રીતે થાય. નવા વર્ષના આગમન પહેલા લોકો જાત જાતના ઉપાય કરે છે. વાસ્તુમાં ઘણા એવા ઉપાયો જણાવ્યા છે જેના ઉપયોગથી તમે તમારા ઘરમાં સુખ- સમૃદ્ધિ લાવી શકો છો. જો તમે પણ વર્ષ ૨૦૨૩ ની શરૂવાત ખુબ જ શાનદાર રીતે કરવા ઈચ્છો છો તો વાસ્તુના આ ઉપાયો જરૂર અજમાવવા જોઈએ.
આ વાસ્તુ ટિપ્સ ના ખાલી આર્થિક સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે પરંતુ તેને અપનાવીને તમે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરી શકો છો અને નકારાત્મક ઉર્જાને પણ દૂર કરી શકો છો. ચાલો જાણીએ આ વાસ્તુ ટિપ્સ વિશે.
નવા વર્ષ પહેલા અજમાવો આ વાસ્તુ ટિપ્સ: જો ઘરનું વાસ્તુ ખરાબ હોય તો ઘરમાં કોઈને કોઈ સમસ્યા રહે છે. ખરાબ વાસ્તુ આર્થિક સમસ્યાઓને જન્મ આપે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરના દક્ષિણ- પશ્ચિમ ભાગમાં શૌચાલય બનાવવામાં આવે તો વ્યક્તિ હંમેશા આર્થિક સંકટમાં રહે છે. તેથી નવા વર્ષની શરૂવાત પહેલા ઘરમાં શૌચાલયની દિશા ઠીક કરી લો. શૌચાલય હંમેશા ઉત્તર અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં બનાવવું જોઈએ.
જો તમારી આર્થિક સ્થિતિ સારી નથી અથવા તમે કોઈની પાસેથી ઉધાર લીધુ છે તો આ ઉપાય અવશ્ય અજમાવો. દેણાંથી મુક્તિ મેળવવા માટે ઘરમાં કાચ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ કાચ ઘર કે દુકાનની ઉત્તર- પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. નવા વર્ષની શરૂવાત પહેલા ઘરમાં કાચ લગાવો. ધ્યાન રાખો કે આ કાચ લાલ, સિંદૂર કે મરૂન કલરનો ના હોય.
વાસ્તુશાસ્ત્ર અનુસાર આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તમારે ઘરમાં નાના- મોટા ફેરફાર પણ કરવા જોઈએ. નવા વર્ષ પહેલા ઘરના મુખ્ય દરવાજા પાસે બીજો એક નાનો દરવાજો લગાવો. માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં પૈસા આવે છે.
નવા વર્ષના પહેલા દિવસે આખા ઘરને સાફ કરો અને ત્યાર પછી આખા ઘરમાં સોપારીના પાનથી પાણીમાં હળદર મિક્સ કરીને છંટકાવ કરો. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીજીનો વાસ થાય છે અને સુખ- શાંતિ પણ જળવાઈ રહે છે. માનવામાં આવે છે કે ગંગા જળ છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
ઘરના ઉત્તર- પૂર્વ ખૂણામાં લીલા તુલસીનો છોડ લગાવો અને સાંજે ત્યાં ઘીનો દીવો પ્રગટાવો. તુલસીને માં લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તે નિયમિત કરવાથી ઘરમાં સુખ- શાંતિ રહે છે. તેના સિવાય નવા વર્ષમાં તમારા ઘરમાં સ્ફટિક શ્રીયંત્રની સ્થાપના કરો. તેનાથી દરેક વાસ્તુદોષ દૂર થાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)