રસ્તામાં પડેલી હોય મંતરેલી આ વસ્તુઓ તો ભૂલથી પણ ના કરો આ કામ, ઘેરાઈ જશો તકલીફમાં

જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા એવા ઉપાયો છે જે રાત્રે કરવામાં આવે છે અને જયારે લોકો સવારે નીકળે છે ત્યારે અજાણ્યા તેના પર પગ પડી જાય છે. જ્યોતિષ શાસ્ત્રોમાં તેને અશુભ માનવામાં આવે છે. રસ્તામાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જે નકારાત્મકતા વધારે છે. તે વસ્તુઓ પર ભૂલથી પણ પગ ના મુકવો જોઈએ. ચાલો જાણીએ ટોટકાની વસ્તુઓ વિશે જેના પર પગ મુકવો અશુભ હોય છે.

મૃત પ્રાણી પર ના લગાવો પગ: રસ્તામાં ચાલતી વખતે જો તમને કોઈ મૃત પ્રાણી કે પક્ષી રસ્તા પર દેખાય તો તરત જ તમારી દિશા બદલી નાખો. એવું કહેવાય છે કે મૃત પ્રાણીમાં ઘણી બધી નકારાત્મક ઉર્જા હોય છે અને તેની પાસેથી પસાર થવુ અથવા તેના પર પગ લાગવાથી નકારાત્મક ઉર્જા તમને પ્રભાવિત કરે છે. કહેવાય છે કે મૃત પ્રાણી ઉપર વાહન પણ ક્યારેય ના ચલાવવું જોઈએ.

લીંબુ પર પણ ના રાખવો પગ: ઘણી વાર લોકો નજર ઉતારીને લીંબુ રસ્તામાં જ ફેંકી દે છે. તેવી સ્થિતિમાં રસ્તામાં પડેલ લીંબુ ઉપર ભૂલથી પણ પગ ના પડે એ વાતનું ધ્યાન રાખવું. જો તમે ભૂલથી લીંબુ ઉપર પગ મૂકી દો છો તો તરત જ હનુમાન ચાલીસાનો પાઠ કરતા ત્યાંથી નીકળી જવું જોઈએ.

પૂજાની સામગ્રી અથવા ભોજન: ઘણી વાર પૂજા સામગ્રી કે ભોજન વગેરે ચાર રસ્તા પર રાખવામાં આવે છે. જ્યોતિષમાં પિતૃઓ માટે ભોજન રાખવાનો નિયમ છે. ચાર રસ્તા રાહુનું પ્રતિનિધિત્વ કરે છે અને પિતૃઓ પણ રાહુનું પ્રતિનિધિત્વ કરે છે. તેવી સ્થિતિમાં તેનાથી અંતર રાખવું વધુ સારું છે.

જો ક્યાંક ભસ્મ કે બળી ગયેલું લાકડું રાખવામાં આવે તો તેને પણ પાર ના કરવું જોઈએ. તેમ કરવાથી નકારાત્મક ઉર્જા નીકળે છે જે વ્યક્તિના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.

વાળના ગુચ્છાથી બચવું: રસ્તામાં ઘણી વાર વ્યક્તિ વાળનો ગુચ્છો પડેલો જોવા મળે છે. તેને અપશકુન માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રસ્તામાં વાળના ગુચ્છાને ક્યારેય અડવું ના જોઈએ અને તેની ઉપરથી ના નીકળવું જોઈએ. કહેવાય છે કે વાળના ગુચ્છામાં રાહુનો સીધો પ્રકોપ હોય છે અને તેના પર પગ મુકવાથી વ્યક્તિ પર ખરાબ અસર પડે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)