હિંદુ ધર્મમાં ધનની પ્રાપ્તિ માટે માં લક્ષ્મીની પૂજા કરવાનો વિધાન છે. માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે હિંદુ ધર્મમાં તેવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને અપનાવવાથી તમે સુખ, સમૃદ્ધિ અને શાંતિ મેળવી શકો છો. પૂજાની સાથે આ ઉપાયો નિયમિતપણે કરવામાં આવે તો માં લક્ષ્મીની કૃપા હંમેશા ભક્તો પર બની રહે છે. તેમજ ઘરમાં આશીર્વાદના નવા માર્ગો ખુલે છે.
લવિંગઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સાંજે પૂજા કરતી વખતે નિયમિત રીતે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને આ દીવામાં એક લવિંગ નાખવું. તેમ કરવાથી તમારી તરફ ધન આકર્ષિત થવા લાગે છે. વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત રહે છે.
કપૂર: હિન્દુ ધર્મમાં કોઈપણ વિશેષ પૂજા વિધિ દરમિયાન કપૂર વગેરેને બાળવામાં આવે છે પરંતુ જો તેને નિયમિત રીતે ઘરમાં બાળવામાં આવે તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો અંત આવે છે. કપૂર સળગાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થતી હોય છે.
પક્ષીને નાખો દાણા: હિન્દુ ધર્મમાં દાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે દાન કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જો તમે જીવનમાં કે કારકિર્દીમાં પ્રગતિ કરવા માંગતા હોવ તો પક્ષીઓને નિયમિતપણે દાણા નાખો.
તવા પર દૂધના છાંટા: તમારા પર માં લક્ષ્મીની કૃપા જળવાઈ રહે અને ઘરમાં સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે રોટલી બનાવતા પહેલા નિયમિતપણે તવા પર દૂધ છાંટવું શુભ માનવામાં આવતું હોય છે. સાથે જ પહેલો રોટલો ગાયનો બનાવીને ખવડાવો.
તુલસીમાં દૂધનો ઉપાયઃ એવું માનવામાં આવે છે કે જો તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માંગતા હોવ તો નિયમિતપણે દર ગુરુવારે તુલસીમાં દૂધ ચઢાવો. તેમ કરવાથી ના લક્ષ્મીની કૃપા બનેલી રહેશે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)