જીવનમાં દરરોજ કંઈક ને કંઈક એવી ઘટનાઓ બનતી રહે છે. આપણે કેટલીક ઘટનાઓને ગુડ લક ગણીએ છીએ તો કેટલીક ઘટનાઓને બેડલક તરીકે જોતા હોઈએ છીએ. આ ઘટનાઓમાં કંઈક એવું બને છે જેના કારણે અચાનક ધન લાભ થાય છે, બગડેલું કામ થઇ જાય છે. નોકરીમાં સફળતા હાંસલ થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુભ પરિણામ આપતી ઘટનાઓ પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેના વિશે આપણે જાણતા ના હોઈએ. એવું કહેવાય છે કે ઘરની બહાર નીકળતી વખતે કેટલાક પ્રાણીઓના દર્શન થવા ખૂબ જ શુભ માનવામાં આવે છે, જો તેઓ રસ્તામાં જોવા મળે તો સમજવું કે તમને ધનલાભ થવાનો છે. ચાલો જાણીએ કે શુકન શાસ્ત્રમાં કયા પ્રાણી વિશે વાત કરવામાં આવી છે.
ગાયઃ ઘરની બહાર નીકળતી વખતે જો ગેટ પાસે ગાય કે તેનો અવાજ એટલે કે ગાય ભાંભરતી પણ સંભળાય તો તમે જે કામ માટે નીકળી રહ્યા છો તે સારી રીતે થઈ જાય છે અને તમારા કામમાં કોઈ અડચણ નથી આવતી.
ડુક્કર: ગંદકીમાં રહેતા ડુક્કર, તમને તમારી આસપાસ જોવો પણ તમે પસંદ ના કરો, પરંતુ શુકન શાસ્ત્ર અનુસાર કોઈ મહત્વપૂર્ણ કાર્યથી ક્યાય જઈ રહ્યા હોવ અને ઘરેથી નીકળતા જ સુવર સામે આવતો દેખાઈ જાય તો તેને ઘણું શુભ માનવામાં આવે છે. તેનાથી કાર્યમાં સફળતા મળે છે.
ઘોડોઃ જો રસ્તામાં ઘોડો દોડતો કે ડાબા પગથી જમીન ખોદતો દેખાય તો સમજી લેવું કે તમને કોઈ સારા સમાચાર મળવાના છે. ધનમાં વૃદ્ધિ માટે પણ તે શુભ હોય છે. નોકરીમાં સફળતા મળવાની પણ શક્યતાઓ બને છે.
નોળિયો: નોળિયાને માં લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. રસ્તામાં નોળિયો જોવાનો અર્થ એ થાય છે કે ઘરમાં સમૃદ્ધિ આવશે. તેનું દેખાવું શત્રુઓ પર વિજય દર્શાવે છે. તમને પરેશાન કરનારા શત્રુઓનો નાશ થાય છે.
મોરઃ જો કે મોર દેખાવો મુશ્કેલ હોય છે પરંતુ જો તમને અચાનક મોર નાચતો- કળા કરતો જોવા મળી જાય તો તમારી યોજના ચોક્કસ પૂર્ણ થાય છે. સ્વપ્નમાં મોર જોવાનું પણ શુભ માનવામાં આવે છે. સ્વપ્નમાં તેને જોવું એ સૂચવે છે કે તમારા કામ પર ઘણા લોકોની નજર છે. તેવી સ્થિતિમાં, કાળજીપૂર્વક પગલાં ભરવા, જેથી તમે તમારા કાર્યને વધુ સારી રીતે પૂર્ણ કરી શકો.