આ છોડમાં છે ચમત્કારિક ગુણ, પારસમણીની જેમ ખેંચે છે ધન.. જાણી લ્યો

જો ઘરમાં વાસ્તુ શાસ્ત્રના નિયમોનું પાલન કરવામાં આવે તો કોઈપણ પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. આ નિયમોનું પાલન ના કરવામાં આવે તો વાસ્તુ દોષ ઉત્પન થવા લાગે છે જેના કારણે સમસ્યાઓ ચાલુ રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ચમત્કારી છોડો વિશે જણાવવામાં આવ્યું છે.

આ છોડ એટલા અસરકારક છે કે તેને લગાવતા જ શુભ ફળ આપવા લાગે છે. આ છોડ ચુંબકની જેમ ધન આકર્ષે છે અને સમૃદ્ધિ જાળવી રાખે છે. આજે આપણે એવા જ એક છોડ સ્પાઈડર પ્લાન્ટ વિશે વાત કરીશું.

દિશા: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર, પૂર્વ, ઉત્તર- પૂર્વ અથવા ઉત્તર- પશ્ચિમ દિશામાં છોડ રાખવાનું ફળદાયક માનવામાં આવે છે. જો તમે તેને કાર્યસ્થળ પર રાખવા ઈચ્છો છો તો તેને ટેબલ પર રાખવું શુભ છે. સ્પાઈડર પ્લાન્ટ ઘરના લિવિંગ રૂમ, કિચન, બાલ્કની અને સ્ટડી રૂમમાં રાખી શકાય છે.

અશુભ ફળ: સ્પાઈડર પ્લાન્ટને ક્યારેય પણ ભૂલથી પણ સૂકવવા ના દો. જો કોઈ કારણસર આ છોડ સુકાઈ જાય તો તેને તરત જ કાઢી નાખવો જોઈએ અને નવો છોડ લગાવવો જોઈએ. ઘરની દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ક્યારેય સ્પાઈડર પ્લાન્ટ ના લગાવો. આ છોડને તે દિશામાં રાખવાથી અશુભ ફળ મળે છે.

સ્વાસ્થ્ય: સ્પાઈડર પ્લાન્ટ સ્વાસ્થ્યની દ્રષ્ટિથી પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ છોડને ઘરમાં રાખવાથી તણાવ અને ડિપ્રેશનને દૂર કરવામાં મદદ મળે છે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા બહાર જાય છે અને ખરાબ શક્તિઓનો નાશ થાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)