Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
રસ્તામાં પડેલી ટોણા- ટોટકાઓ સાથે જોડાયેલી આ વસ્તુઓ પર ભૂલથી પણ ના મુકો પગ, થાય છે મોટું અપશુકન.. જીવન બની જશે નરક - Gujarat Beat

રસ્તામાં પડેલી ટોણા- ટોટકાઓ સાથે જોડાયેલી આ વસ્તુઓ પર ભૂલથી પણ ના મુકો પગ, થાય છે મોટું અપશુકન.. જીવન બની જશે નરક

અત્યારની યુવા પીઢી મેલી વિદ્યામાં વિશ્વાસ નથી કરતા પરંતુ બધી મેલી વિદ્યા ખાલી નથી અંધવિશ્વાસ. પૂર્વજોની વાતોમાં પણ એક ગંભીર સત્ય છુપાયેલું છે. આપણે રસ્તામાં પડેલી કેટલીક અજાણી વસ્તુઓને ક્યારેય ઓળંગવી જોઈએ નહીં અને તેને કોઈ પણ રીતે અડવું પણ ના જોઈએ.

તેમ કરવાથી નકારાત્મક વસ્તુઓ તમારા જીવનમાં પ્રવેશી શકે છે. જેના કારણે તમારું આખું જીવન પીડાદાયક બની શકે છે. આજે અમે તમને જણાવીએ છીએ કે રસ્તા પર પડેલી કઈ વસ્તુઓને ક્યારેય ઓળંગવી ના જોઈએ.

પૂજાની સામગ્રી અથવા ભોજનને ના ઓળંગવું: ઘણી વારચાર રસ્તા પર પૂજા સામગ્રી અથવા ભોજન રાખેલું હોય છે. વાસ્તવમાં પૂર્વજો માટે ખોરાક રાખવાનો નિયમ છે. ચાર રસ્તા રાહુને દર્શાવે છે અને પિતૃ પણ રાહુને દર્શાવે છે. તેવી સ્થિતિમાં તમારે તેમનાથી દૂર રહેવું જોઈએ.

જો ક્યાંક રાખ અથવા બળી ગયેલું લાકડું રાખવામાં આવે તો તેને પાર ના કરવું જોઈએ. તેમાંથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે અને તેને પાર કરનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય બગાડી શકે છે.

રસ્તા પર પડેલ મૃત જાનવરથી બનાવીલો દૂરી: જો તમે રસ્તામાં કોઈ મૃત પ્રાણી ચાલતા જોવા મળે તો તરત જ તમારી દિશા બદલીલો. જો તમે ઈચ્છો તો તેનાથી થોડુ અંતર રાખીને જમણે કે ડાબેથી પસાર થઈ શકો છો પરંતુ કોઈ પણ સંજોગોમાં મૃત પ્રાણીને ઓળંગવું જોઈએ નહીં અને તેની ઉપરથી વાહન ચલાવવું જોઈએ નહીં.

વાસ્તવમાં મૃત પ્રાણીમાં ઘણી બધી નકારાત્મક ઊર્જા હોય છે અને તેના મૃત શરીરને પાર કરવાથી તે નકારાત્મક ઊર્જા તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે. તમારા જીવન પર તેની ખરાબ અસર પડે છે.

વાળના ગુચ્છા પર ક્યારેય ના રાખવો પગ: ઘણી વખત તમે રસ્તા પરથી પસાર થતી વખતે રસ્તામાં વાળનો ગુચ્છો જોયો હશે. આવી રીતનો વાળનો ગુચ્છો જોવો અશુભ માનવામાં આવે છે. તેવા વાળના ગુચ્છોમાં રાહુનો સીધો પ્રકોપ હોય છે. તેથી આવા વાળના ગુચ્છાને ના પાર કરો અને તેમની ઉપરથી તમારૂ વાહન ના પસાર કરો. તેમ કરવું અશુભ માનવામાં આવે છે અને તેનાથી વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવે છે.

લીંબુ- મરચાને ઓળંગવું હોય છે અપશુકન: પોતાના પરિવારના સભ્યોને અથવા ઘરને ખરાબ નજરથી બચાવવા માટે ઘણી વખત લોકો લીંબુ- મરચાના ટોટકા ફેંકીને રસ્તા પર ફેંકી દે છે. જો તમને રસ્તામાં ક્યાંક લીંબુ અને મરચા દેખાય તો સમજવું કે કોઈએ ટોટકા કર્યા છે. તમારે ભૂલથી પણ લીંબુ પર તમારા પગ ના મૂકશો અને વાહન પણ પસાર કરશો નહીં.

જો ભૂલથી પણ એવા લીંબુ પર પગ પડી જાય તો હનુમાન ચાલીસાનો પાઠ કરતા તરત જ તે સ્થાનથી નીકળી જાઓ. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)