જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી વ્યક્તિની દરેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. જે લોકો આર્થિક સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે તેમના માટે જ્યોતિષમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેમાંથી એક છે ગુલાબના ફૂલનો ઉપાય.
ગુલાબના ફૂલના આ ઉપાય તમારું નસીબ બદલી શકે છે. ગુલાબનું ફૂલ પણ માં લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે. તેવી સ્થિતિમાં તેમના આશીર્વાદ મેળવવા માટે શુક્રવારે ગુલાબના ફૂલના અનેક ઉપાય કરવાથી લાભ મળે છે. તો ચાલો જાણીએ ગુલાબના ફૂલના ઉપાયો વિશે.
ધન- સંપત્તિ માટે: જો તમે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છો અને ક્યાંયથી પૈસા આવવાનો કોઈ નથી રસ્તો તો ગુલાબનું ફૂલ તમારું ભાગ્ય ચમકાવી શકે છે. તેના માટે ગુલાબના ફૂલમાં કપૂર નાખીને સાંજે આરતીના સમયે તેને પ્રગટાવીને માં ભગવતીને અર્પણ કરો. ટૂંક સમયમાં આર્થિક તંગી દૂર થઈ જશે.
શુક્રવારે એક સોપારીમાં પાંચ ગુલાબના પાંદડા રાખીને માં દુર્ગાજીને અર્પણ કરો. ટૂંક સમયમાં પૈસા આવવા લાગશે. દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં જઈને લાલ ગુલાબ ચઢાવો. તેવી રીતે સતત અગિયાર શુક્રવાર કરવાથી ધનના નવા સ્ત્રોત બનવા લાગે છે અને આવક વધે છે.
મનોકામના પૂર્ણ કરવા માટે: જો તમે તમારી મનોકામના પૂર્ણ કરવા ઈચ્છો છો તો શનિવારે હનુમાનજીને સિંદૂર અને તેલ ચઢાવો. ત્યાર પછી તેમને ગુલાબના ફૂલની માળા અર્પણ કરો. મગના લાડુ ચઢાવો અને તે પ્રસાદને અન્ય લોકોમાં વહેંચો. સાત શનિવાર સુધી સતત આ ઉપાય કરવાથી દરેક મનોકામના પૂર્ણ થશે.
સારી નોકરી માટે: શનિવાર અને મંગળવારે સવારે ઘરેથી ઉઘાડા પગે હનુમાનજીના મંદિરે જાઓ અને તેમને લાલ ગુલાબનું ફૂલ અર્પણ કરો. સતત ૪૦ દિવસ સુધી તેમ કરવાથી સારી નોકરી મળવાના યોગ બને છે. સાથે જ જો નોકરીમાં કોઈ સમસ્યા હોય તો આ ઉપાયો કરવાથી તે દૂર થઈ જાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)