રવિવારે કરી લો આ નાના- નાના કામ, બીમારીઓથી મળશે મુક્તિ, પ્રાપ્ત થશે સુખ- શાંતિ- સમૃદ્ધિ

શાસ્ત્રો અનુસાર કળયુગમાં સૂર્યદેવ એકમાત્ર એવા દેવતા છે જે ભક્તોને નિયમિત રૂપે દર્શન આપે છે. તેવી સ્થિતિમાં સૂર્ય ભગવાનના આશીર્વાદ મેળવવા માટે વ્યક્તિએ દરરોજ સ્નાન કર્યા પછી તેમને જળ ચઢાવવું જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિને જીવનશક્તિ, માનસિક શાંતિ, ઉર્જા અને જીવનમાં સફળતા મળે છે. સૂર્ય ભગવાનની કૃપાથી વ્યક્તિને માન- સન્માન મળે છે. શરીરને રોગોથી મુક્તિ મળે છે.

જોઈએ તો યોગમાં પણ સૂર્ય નમસ્કારને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે કોઈ દેવી- દેવતાના આશીર્વાદ મેળવવા ઈચ્છો છો તો તેના માટે મંત્રનો જાપ શ્રેષ્ઠ ઉપાય છે.

કહેવાય છે કે જો મંત્ર જાપ સાચી પદ્ધતિ અને સાચા મનથી કરવામાં આવે તો જીવનમાં અનેક લાભો મેળવી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારા પરિવારમાં લાંબા સમયથી કોઈ વ્યક્તિ પરેશાન છે તો સૂર્યદેવના આરોગ્ય મંત્રનો જાપ કરી શકાય છે.

સૂર્ય આરોગ્ય મંત્ર: ऊँ नम: सूर्याय शान्ताय सर्वरोग निवारिणे। आयु ररोग्य मैस्वैर्यं देहि देव: जगत्पते।। (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)