શનિવારના દિવસે આ ઉપાયો કરવાથી જીવનમાં થશે ચમત્કારિક પરિવર્તન, શનિદેવથી પ્રસન્ન થવાની છે માન્યતા

શનિવાર ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત માનવામાં આવે છે. તે દિવસે શનિદેવ સાથે હનુમાનજીની પૂજાનું પણ વિધાન છે. શનિદેવને ભગવાન શિવજીના પરમ શિષ્ય માનવામાં આવે છે. કહેવાય છે કે શનિવારના દિવસે શિવ ચાલીસાનો પાઠ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના ન્યાયાધીશ શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. તેથી શનિદેવને દરેક વ્યક્તિ પ્રસન્ન કરવા ઈચ્છે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. ચાલો જાણીએ શનિવારના દિવસના ઉપાયો.

શનિવારના દિવસે પીપળ ઝાડના અગિયાર પાંદડા લઈને તેની માળા બનાવો. તે માળાને શનિ મંદિરમાં જઈને શનિદેવને અર્પણ કરો. માળા અર્પણ કરતા સમયે ऊँ श्रीं ह्रीं शं शनैश्चराय नमः મંત્રનો જાપ કરવો જોઈએ. માન્યતા છે કે તેમ કરવાથી સમસ્યાઓથી મુક્તિ મળે છે.

શનિવારે પીપળના ઝાડની સાત વાર પ્રદક્ષિણા કરતી વખતે કાચા કપાસનો દોરો સાત વાર બાંધવો. માનવામાં આવે છે કે તેમ કરવાથી જીવનમાં પ્રગતિ મળે છે. વૈવાહિક જીવનને સુખી બનાવવા માટે શનિવારે પીપળના ઝાડ પાસે થોડા કાળા તલ અર્પણ કરવા જોઈએ. ત્યાર પછી મૂળમાં જળ અર્પણ કરવું જોઈએ.

શનિવારે शं शनैश्चराय नमः મંત્રનો જાપ કરતી વખતે એક કાળો કોલસો લઈને વહેતા પાણીમાં પધરાવી દો. માનવામાં આવે છે કે તેમ કરવાથી સફળતા મળે છે અને આવકમાં વધારો થાય છે. શનિવારે લોટો પાણી લો અને તેમાં થોડી ખાંડ નાખો. તે પાણીને પીપળાના ઝાડના જળમાં અર્પણ કરો.

તેની સાથે ऊँ ऐं ह्रीं श्रीं शनैश्चराय नमः મંત્રનો જાપ કરો. માનવામાં આવે છે કે તેમ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)