ઘણા લોકો ખુબ જ મહેનતુ હોય છે જે પૂરી મહેનતથી પોતાનું કામ કરે છે પરંતુ મહેનત કર્યા પછી પણ તેમના હાથમાં પૈસા નથી ટકતા. કેટલાક લોકો પૈસા તો ઘણા કમાય છે પરંતુ તેમના હાથમાં પૈસા નથી ટકતા. પૈસાની તંગી ઘણા પરિવારમાં કલેશનું કારણ પણ બનવા લાગે છે. ઘણી વખત તે બધું વાસ્તુ દોષોને કારણે થાય છે.
વાસ્તુ જાણકારોનું કહેવું છે કે તેવા પ્રકારના વાસ્તુ દોષથી છુટકારો અપાવવા માટે મોરપંખીનો છોડ એટલે કે વિદ્યાનો છોડ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જે ઘરમાં તે છોડ વાવેલો છે. ત્યાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે. તે સાથે પરિવારના સભ્યો પ્રગતિની નવી ઊંચાઈઓ પર પહોંચે છે. ચાલો જાણીએ આ ચમત્કારી છોડ વિશે.
આર્થિક તંગીથી આપે છે છુટકારો: વાસ્તુશાસ્ત્રના જાણકારોનું કહેવું છે કે આ છોડને વિદ્યાનો છોડ પણ કહેવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી પરિવારના સભ્યોની બુદ્ધિનો વિકાસ થાય છે અને જ્યાં બુદ્ધિ હોય ત્યાં ધનની પ્રાપ્તિ થાય છે. તમે ઘણા અમીર લોકોના ઘરમાં વિદ્યાનો છોડ જોયો જ હશે. માનવામાં આવે છે કે તે મગજને સ્થિર રાખે છે.
નકારાત્મક ઉર્જાને કરે છે નષ્ટ: ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને કારણે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થાય છે. તેવી સ્થિતિમાં નાની- નાની બાબતો પર ઝઘડા થતા રહે છે. વાસ્તુશાસ્ત્રના જાણકારોનું કહેવું છે કે ઘરમાં વિદ્યાનો છોડ લગાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જા ફેલાય છે.
નાણાકીય સ્થિતિ થાય છે મજબૂત: વાસ્તુ દોષોનું નિવારણ કરીને તે ઘરની આર્થિક તંગી દૂર કરે છે. વાસ્તુશાસ્ત્રના જાણકારોનું કહેવું છે કે ઘરની ઉત્તર દિશામાં વિદ્યાનો છોડ લગાવવાથી ઘરના વાસ્તુ દોષોનું નિવારણ થાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)