વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં પેન્ટિંગ લગાવવાના કેટલક નિયમો જણાવ્યા છે. જાણકારો અનુસાર ઘરમાં લાગેલ પેન્ટિંગ ઘરનું સુખ અને દુખ નક્કી કરે છે. તે એ વાત પર નિર્ભર કરે છે કે તમે ઘરમાં પેન્ટિંગ કઈ વસ્તુની લગાવી છે અને કઈ દિશામાં લગાવી છે.
તમને જણાવી દઈએ કે એક એવી જ પેન્ટિંગ ઘરમાં લગાવવાથી પરિવારના સભ્યોની પ્રગતી થાય છે પરંતુ તેને લગાવ્યા પહેલા કેટલાક જરૂરી નિયમો જાણી લો.
કઈ છે તે પેન્ટિંગ: વાસ્તુ શાસ્ત્રના જાણકારો અનુસાર ઘરમાં ઘોડાની પેન્ટિંગ લગાવવી ખુબ જ શુભ હોય છે. સાત ઘોડાથી સંબંધિત પેન્ટિંગ જેમાં ઘોડા સમુદ્ર કિનારે દોડતા દેખાય છે. એવી પેન્ટિંગને ઘરમાં લગાવવાથી ઘરની પ્રગતી થાય છે.
તેના કારણે બંધ સફળતાના રસ્તા ખુલવા લાગે છે. એવું કહેવાય છે કે ઘોડા વૃદ્ધિ, શક્તિ, હિંમત અને વફાદારીના પ્રતિક હોય છે. તેની પેન્ટિંગ ઘર કે ઓફિસમાં લગાવવાથી પ્રગતી થાય છે.
ધન આગમનના ખોલે છે રસ્તા: પેન્ટિંગથી જોડાયેલ થોડા નિયમો માનવાથી તેનો પ્રભાવ વધી જાય છે. વાસ્તુ શાસ્ત્રના જાણકારો કહે છે કે તેને હંમેશા ઘરની પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. તેમ કરવાથી દેવી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન આગમનના રસ્તા બને છે. યાદ રાખો જ્યારે પણ આ પેન્ટિંગ ઘરમાં લગાવો તો તેનું મુખ અંદરની તરફ રાખો. તેમ કરવાથી વ્યાપારમાં સફળતા મળે છે.
પેન્ટિંગ સંબંધિત કેટલીક બાબતો: વાસ્તુ શાસ્ત્રના જાણકારોનું માનીએ તો ક્યારેય પણ ઘરમાં એવી પેન્ટિંગ ના લગાવવી જોઈએ જે અધુરી હોય. તેમ કરવાથી ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે.
યાદ રાખો કે પેન્ટિંગ વધારે મોટી ના હોય અને વધારે નાની ના હોય. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)