જીવનમાં ઘણી વાર એવું થાય છે કે વ્યક્તિને ઘણી મહેનત કર્યા પછી પણ કોઈ કામમાં સફળતા નથી મળી શકતી તેના લીધે વ્યક્તિમાં નિરાશા રહેવા લાગે છે. તેની સાથે જ ઘરના ઝગડા અને વ્યાપાર વગેરેમાં નુકસાન પણ ઘરની પરેશાનીઓને વધારે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તે ઘરમાં વાસ્તુદોષનું કારણ પણ હોય છે. જીવનમાં તે પરેશાનીઓ ઓછી કરવા માટે વાસ્તુમાં ઉપાયો વિશે જણાવ્યું છે.
શાસ્ત્રોમાં પૂજા વગેરે દરમિયાન સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને શુભ માનવામાં આવે છે. તેવી સ્થિતિમાં વાસ્તુ શાસ્ત્રમાં પણ સોપારીને લઈને કેટલાક ઉપાયો વિશે જણાવ્યું છે. જે વ્યાપારથી લઈને વ્યક્તિના કરિયર વગેરેમાં સફળતા અપાવવામાં મદદગાર સાબિત થશે. ચાલો જાણીએ તે ઉપાયો વિશે.
કરિયર અને વ્યાપારમાં સફળતા માટે: વાસ્તુ શાસ્ત્રમાં જીવનને સરળ બનાવવા માટે ઘણા ઉપાયો જણાવ્યા છે. જો કોઈ જાતકને કરિયરમાં સફળતા નથી મળી રહી તો પાનના પાંદડા પર ઘી મિક્સ કરીને કંકુથી સ્વસ્તિકનું ચિન્હ બાનાવો. ત્યાર પછી પાંદડા પર સોપારી અને મોલી રાખો અને તેને બાંધી દો.
તે પાંદડાને તમારા સ્ટડી રૂમમાં મૂકી દો. તેમ કરવાથી વ્યક્તિને કરિયરમાં ખુબ જ સફળતા મળશે અને વ્યાપાર- નોકરીમાં પણ પ્રગતિના નવા રસ્તા ખુલશે. જો તમે નોકરી માટે ક્યાંક જઈ રહ્યા છો તો તે પાંદડાને ખિસ્સામાં રાખી લો. તેનાથી નોકરી અને વ્યાપારમાં ધનલાભ થશે.
ઘરની પ્રગતી માટે: ઘણી વાર વ્યક્તિ પાસે પૈસા તો ઘણા હોય છે પરંતુ તે નથી બચતા. તેવી સ્થિતિમાં ધનની બાબતમાં પ્રગતી મેળવવા માટે સોપારીને જનોઈ સાથે ઘરની તિજોરીમાં રાખો. તેમ કરવાથી માં લક્ષ્મીજી અને ગણેશજીના આશીર્વાદથી પ્રગતી થવી શરુ થઇ જશે. તેવી રીતે સોપારી અને જનોઈને મંદિરમાં રાખીને પૂજા કરવાથી પણ લાભ થશે અને ઘરમાં સુખ- સમૃદ્ધિનો વાસ થશે.
ગણેશજીનું પ્રતિક છે સોપારી: શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સોપારી એ ભગવાન ગણેશજી અને દેવી લક્ષ્મીજીનું સ્વરૂપ છે. એટલા માટે કોઈ પણ પૂજા કે ધાર્મિક વિધિ દરમિયાન સોપારીનું વિશેષ મહત્વ હોય છે. કહેવાય છે કે સોપારી પર મોલી બાંધીને ગણેશજીને અર્પણ કરવાથી વ્યક્તિને સમસ્યાઓ અને દુ:ખમાંથી મુક્તિ મળે છે. સાથે જ ગણેશજીના આશીર્વાદ પણ મળે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)