ભારતીય ઘરોમાં લવિંગ એક ખુબ જ મહત્વપૂર્ણ મસાલો છે. તેના સિવાય માઉથ ફ્રેશનરના રૂપે પણ લવિંગ ખાવામાં આવે છે અને ઔષધિના રૂપમાં પણ લવિંગ ખુબ જ ઉપયોગી છે. પૂજા- પાઠથી લઈને તંત્ર- મંત્ર સુધી પણ લવિંગનો ખુબ જ ઉપયોગ થાય છે.
તે બધા સિવાય જ્યોતિષીમાં પણ લવિંગના ટોટકા અને ઉપાય ખુબ જ અસરકારક માનવામાં આવે છે. લવિંગના ઉપાય તમારા જીવનની ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે અને પ્રગતિના માર્ગ ખોલે છે. ચાલો જાણીએ લવિંગના અસરકાર ઉપાયો.
રાહુ- કેતુ દોષ દૂર કરવાના ઉપાય: જો કુંડળીમાં રાહુ અથવા કેતુ સંબંધિત દોષ હોય તો જીવનમાં પરેશાનીઓની લાઈન લાગે છે. તેનાથી રાહત મેળવવા માટે દર શનિવારે લવિંગનું દાન કરો. તેના સિવાય ૪૦ દિવસો સુધી સતત શિવલિંગ પર લવિંગ અર્પણ કરવાથી રાહુ- કેતુ દોષ દૂર થાય છે અને પરેશાનીઓથી મુક્તિ મળે છે.
કામમાં સફળતા મેળવવાના ઉપાય: જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ કામથી બહાર જઈ રહ્યા હોય ત્યારે મોઢામાં બે લવિંગ રાખી લો. સાથે જ ઇષ્ટદેવને કામમાં સફળતા અપાવવાની પ્રાર્થના કરો. તેમ કરવાથી કામમાં સફળતા મળવાના સંપૂર્ણ યોગ બને છે.
અડચણો- સમસ્યાઓ દૂર કરવાના ઉપાય: જો કામમાં વારંવાર અડચણો આવી રહી છે. પ્રગતી ના મળી રહી હોય તો મંગળવારે હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. સાથે જ દીવામાં બે લવિંગ મુકો. પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને આરતી કરો. આ ઉપાય સતત ૨૧ મંગળવાર સુધી કરો. તેનાથી સફળતા તમને જરૂર મળશે.
આર્થિક તંગીથી મુક્તિ મેળવવાના ઉપાય: આર્થિક તંગીથી પરેશાન હોય તો શુક્રવારની રાત્રે માં લક્ષ્મીજીની પૂજા કરો. પૂજામાં ગુલાબનું ફૂલ અને બે લવિંગ દેવી લક્ષ્મીજીને અર્પણ કરો. સાથે જ પાંચ લવિંગ લાલ કપડામાં બંધો અને પાંચ કોડીઓ પણ અર્પણ કરો.
બીજા દિવસે લાલ કપડાની તે પોટલીને તિજોરી અથવા ધન સ્થાન પર મૂકી દો. ઘરમાં ધનની આવક વધવા લાગશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)