જો કે સમયના અભાવે લોકો ઘરે પૂજા કરવાનું પસંદ કરતા હોય છે. જો કે એવા ઘણા પ્રસંગો હોય છે જ્યારે લોકો મંદિરની મુલાકાત લેવાનું પસંદ કરતા હોય છે. આ દરમિયાન તેઓ પોતાના જૂતા અને ચપ્પલ બહાર કાઢીને જતા હોય છે.
તેવી સ્થિતિમાં ઘણી વખત તે ચોરી પણ થઇ જતા હોય છે, જેના કારણે લોકો પરેશાન થાય છે. જો કે મંદિરમાંથી જૂતા- ચંપલની ચોરીને શુભ માનવામાં આવે છે. જો ક્યારેય તમારા પગરખાં કે ચપ્પલ મંદિરમાંથી ચોરાઈ જાય, તો નિરાશ ના થાઓ, પરંતુ ખુશ રહો, કારણ કે તમારું નસીબ ચમકવાનું છે.
ખરાબ સમય: ભારતીય જ્યોતિષમાં ઘણી માન્યતાઓ છે. જો શનિવારે મંદિરમાંથી જૂતા- ચંપલની ચોરી થઈ જાય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે એક શુભ શુકન હોય છે. તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારો ખરાબ સમય સમાપ્ત થવાનો છે અને જીવનમાં ખુશીઓ આવવાની છે.
શનિનો નિવાસ: જ્યોતિષમાં માનવામાં આવે છે કે શનિનો નિવાસ પગમાં હોય છે. પગ સાથે શનિ ગ્રહના સંબંધને કારણે શનિ જૂતા અને ચપ્પલના કારક છે. એવું પણ માનવામાં આવે છે કે શનિવારે જૂતા અને ચપ્પલનું દાન કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.
સમસ્યાઃ જો કોઈની કુંડળીમાં શનિ અશુભ સ્થાનમાં હોય તો વ્યક્તિને કામમાં સરળતાથી સફળતા નથી મળતી. તેવી સ્થિતિમાં જો શનિવારે મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો તેનો અર્થ એ છે કે કંઈક શુભ થવાનું છે. ચામડું અને પગ બંને શનિથી પ્રભાવિત હોય છે.
તેથી જો શનિવારના દિવસે જૂતા- ચપ્પલ ચોરાઈ જાય તો માનવું જોઈએ કે પરેશાનીના દિવસો બહુ જલ્દી ખતમ થવાના છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)