આ ઉપાયોથી બેરોજગારી દુર થવાની છે માન્યતા, શું કહે છે શાસ્ત્ર

જ્યોતિષ શાસ્ત્ર અને લાલ કિતાબમાં એવા ઘણા ઉપાયો જણાવ્યા છે. જેને કરવાથી જીવનમાં સુખ- સમૃદ્ધિ મળવાની માન્યતા છે. સાથે જ બેરોજગારી દૂર કરવાના પણ ઘણા ઉપાયો જણાવ્યા છે. માન્યતા અનુસાર આ ઉપાયો કરવાથી બેરોજગારી દૂર થવાની સાથે જલ્દી નોકરી પણ મળે છે. ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્રમાં કયા ઉપાયો જણાવ્યા છે જેને કરવાથી બેરોજગારી દૂર થવાની માન્યતા છે.

મંગળવારે હનુમાનજીની કરો પૂજા: મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને પૂજા અને સુંદરકાંડનો પાઠ કરો. સાત વખત હનુમાન ચાલીસા વાંચો અને દેસી ઘીથી બનેલ ચુરમાનો ભોગ ચઢાવો. માન્યતા છે કે તેમ કરવાથી જલ્દી જ બેરોજગારી દૂર થાય છે.

સરકારી નોકરી મેળવવાના ઉપાય: ઈચ્છિત નોકરી મેળવવા માટે ભગવાન શિવજીની દર સોમવારે વિધિ- વિધાનથી પૂજા કરવી જોઈએ. શિવ મંદિરમાં જઈને ભગવાન શિવજીને દૂધ અને ચોખા અર્પણ કરવા જોઈએ. સાથે જ ભગવાન ગણેશજીની પૂજા કરવી પણ ફળદાયક જણાવ્યું છે. નિયમિત રૂપથી ભગવાન ગણેશજીની પૂજા કરો અને લવિંગ સોપારી અર્પણ કરો. ઈન્ટરવ્યું આપવા જતી વખતે ચઢાવેલ લવિંગ અને સોપારીને સાથે લઈને જાઓ.

માન્યતા અનુસાર તેમ કરવાથી નોકરીમાં આવી રહેલ દરેક સમસ્યા દૂર થાય છે અને જલ્દી જ નોકરી મળવાના યોગ બને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે સ્નાન પછી સુર્યદેવની પૂજા કરો અને તેમને જળ ચઢાવો. રવિવારના દિવસે મીઠા વગરનું ભોજન ગ્રહણ કરવું. તેમ કરવાથી કરિયરમાં જલ્દી જ સફળતા મળવાની માન્યતા છે.

આ ઉપાયોથી પણ જલ્દી બેરોજગારી દૂર થવાની છે માન્યતા: જે દિવસે ઈન્ટરવ્યું હોય તે દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરવું. પાણીમાં હળદર મિક્સ કરીને સ્નાન કરવું લાભદાયક જણાવ્યું છે. ભગવાન સમક્ષ અગિયાર અગરબત્તી પ્રગટાવો.

સાથે જ એ પણ જણવ્યું છે કે કુવામાં દૂધ નાખવું અને એ વાતનું ધ્યાન રાખવું કે કુવો ખાલી ના હોય અને તેમ કરતા સમયે કોઈને પણ જણાવશો નહી. માન્યતા અનુસાર આ ઉપાયથી પણ જલ્દી બેરોજગારી દૂર થાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)