શનિદેવને ન્યાયના દેવતા અને કર્મ ફળદાતા કહેવામાં આવે છે. શનિદેવ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. શનિદેવની કોપ દ્રષ્ટિ ખુબ જ નુકસાનકારક માનવામાં આવે છે. તેવી સ્થિતિમાં દરેક વ્યક્તિ તેમનાથી બચવા માંગે છે. તેના માટે ઘણા પ્રકારના ઉપાયો પણ કરે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવની કોપ દ્રષ્ટિથી બચવા માટે કેટલાક ઉપાયો જણાવ્યા છે. તેમાં જણાવ્યું છે કે કેટલીક વસ્તુઓ ક્યારેય પણ મફત ના લેવી જોઈએ. તેનાથી શનિદેવ ક્રોધિત થાય છે. ચાલો જાણીએ તેના વિશે.
અળદની દાળ: શનિદેવની કોપ દ્રષ્ટિથી બચવા માંગો છો તો કયારેય પણ અળદની દાળ મફતમાં ના લેવી જોઈએ. તેનાથી શનીદેવ નારાજ થઇ શકે છે અને તમે ઘણી સમસ્યાઓથી ઘેરાઈ શકો છો. સરસવનું તેલ પણ કયારેય મફત ના લેવું જોઈએ. તેનાથી શનિદેવની અશુભ દશાનો સામનો કરવો પડી શકે છે.
લોખંડ: શનિવારના દિવસે લોખંડ અને લોખંડથી બનેલી વસ્તુઓ કયારેય પણ મફતમાં ના લેવી જોઈએ. તેનાથી શનિદેવ ક્રોધિત થઇ શકે છે અને તમારા પર નકારાત્મક દ્રષ્ટિ પાડી શકે છે. તેની સાથે જ શનિવારના દિવસે લોખંડ ના ખરીદવું અને ના વેચવું જોઈએ. તેમ કરવાથી તમે પરેશાનીમાં પડી શકો છો.
તલ: તલ પણ મફતમાં લેવાથી શનિદેવ નારાજ થાય છે. તેનાથી તેમની નકારાત્મક દ્રષ્ટિ પડવા લાગે છે. ક્યારેય પણ કોઈ વ્યક્તિ પાસે કોઈપણ કામ મફતમાં ના કરાવવું જોઈએ. તેમને પૈસા આપવા અને ના તો કોઈપણ વસ્તુ આપીને વિદાય આપવી. તેમ કરવાથી શનિદેવ નારાજ થાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)