તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માનવામાં આવે છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં માં લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીની કૃપા રહે છે. ધાર્મિક રીતે તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી માં લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
ઘરમાં તુલસીનો છોડ લગાવવાના કેટલાક ખાસ નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે. ચાલો જાણીએ કે ઘરમાં તુલસીનો છોડ લગાવવાની સાચી દિશા કઈ છે.
તુલસી લગાવવાની સાચી દિશા: તુલસીના છોડ માટે સૌથી શુભ દિશા ઉત્તર દિશા માનવામાં આવે છે. તે સિવાય તમે તેને ઈશાન કે પૂર્વ દિશામાં પણ લગાવી શકો છો. તે દિશાઓમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે. માનવામાં આવે છે કે તુલસીનો છોડ પૂર્વ દિશામાં લગાવવાથી ઘરમાં સૂર્યની સમાન ઉર્જા આવે છે. તુલસીનો છોડ ક્યારેય દક્ષિણ કે દક્ષિણ પશ્ચિમ દિશામાં ના રાખવો જોઈએ.
આ દિવસે તુલસીનો છોડ લગાવવો છે શુભ: ગુરુવાર ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનો દિવસ છે. તેવી સ્થિતિમાં જો તમે ગુરુવારે ઘરમાં તુલસીનો છોડ લગાવો તો તમને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શુક્રવાર માં લક્ષ્મીજીને સમર્પિત છે અને તુલસીને માં લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે.
એટલા માટે તે દિવસે તુલસીનો છોડ લગાવવો પણ શુભ માનવામાં આવે છે. સાથે જ શનિવારે તુલસીનો છોડ લગાવવાથી આર્થિક સંકટ દૂર થઈ જાય છે. સોમવાર, બુધવાર, રવિવાર, અગિયારસ તિથિ અને સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસે તુલસીનો છોડ ક્યારેય ના લગાવવો જોઈએ.
તુલસી માટે શુભ મહિનો: માનવામાં આવે છે કે કારતક મહિનામાં ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. કારતક મહિના સિવાય ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિ પર તમે તમારા ઘરમાં તુલસીનો છોડ પણ લગાવી શકો છો.
તુલસીનો છોડ એપ્રિલથી જૂન મહિનામાં લગાવી શકાય છે. તે સમય દરમિયાન તુલસીનો વિકાસ સારો થાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)