વાસ્તુશાસ્ત્રમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડ વિશે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે તેને અપનાવવાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે. એટલું જ નહીં વાસ્તુશાસ્ત્રમાં તુલસીના મૂળ વિશે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. તે ઉપાયો કરવાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આર્થિક વગેરે સમસ્યાનો સામનો કરી રહેલ લોકોએ તુલસીના મૂળથી સંબંધિત ઉપાયો વિશે જાણવું જોઈએ. તુલસીની જેમ તુલસીનું મૂળ પણ ખૂબ જ ઉપયોગી અને ચમત્કારિક છે. આ ઉપાયો અપનાવવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને ઘરમાં સુખ- શાંતિ રહે છે. ચાલો જાણીએ તુલસીના મૂળ સાથે જોડાયેલા ઉપાયો.
તુલસીના મૂળના ઉપાયો: જો તમે પણ ધન સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો અથવા તમારી આર્થિક સ્થિતિ નબળી છે તો તુલસીના મૂળને ચાંદીના તાવીજમાં રાખો અને તેને તમારા ગળામાં ધારણ કરો. તેનાથી આર્થિક સ્થિતિની સમસ્યા દૂર થાય છે અને વ્યક્તિ ધન સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકે છે.
જો કોઈ કામમાં તમારે વારંવાર નિષ્ફળતાનો સામનો કરવો પડી રહ્યો છે અથવા કામ થતું- થતું અટકી જાય છે તો તુલસીના મૂળને ગંગાજળમાં ધોઈને તેની પૂજા કરો અને તેને પીળા રંગના કપડામાં બાંધો અને સંભાળીને રાખો.
જો તમે તમારી કુંડળીના ગ્રહોને શાંત કરવા ઈચ્છો છો તો તુલસીના મૂળનો આ ઉપાય તમારા બધા ગ્રહોને શાંત કરી શકે છે. તે માટે તુલસીના મૂળને લાલ રંગના કપડામાં બાંધીને તાવીજમાં મુકો અને પોતાની પાસે રાખો. તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. જો તમે જીવનના અવરોધોથી પરેશાન છો અને તણાવને દૂર કરવા ઈચ્છો છો તો તમારા ગળામાં તુલસીની માળા પહેરો.
વાસ્તુ અનુસાર તેનાથી માનસિક અશાંતિ અને તણાવ બંને દૂર કરી શકાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)