ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં દરેક કામ કરવાની સાચી રીત સમજાવવામાં આવી છે. તેમાંથી કેટલાક કામ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને કરવામાં ભૂલો કરવાથી માં લક્ષ્મીજી નારાજ થઈ શકે છે. તેના કારણે તમારે જીવનમાં પૈસાની ખોટ, આવકમાં ઘટાડો સહન કરવો પડી શકે છે. એટલે કે તે ભૂલો સારી આર્થિક સ્થિતિ ધરાવતી વ્યક્તિને પણ ગરીબ બનાવી શકે છે.
એવું જ એક મહત્ત્વનું કામ પૈસાની ગણતરી કરવાનું છે. પૈસા ગણતી વખતે કરવામાં આવેલી ભૂલો માં લક્ષ્મીજીને ગુસ્સે કરી શકે છે. તેના કારણે તમારે બિનજરૂરી ખર્ચ, ઘરમાં પૈસા ના રહેવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ પૈસા ગણતી વખતે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જેથી માં લક્ષ્મીજી હંમેશા પ્રસન્ન રહે.
પૈસા ગણતા સમયે ના કરો આ ભૂલો: પર્સમાં બિનજરૂરી વસ્તુઓ ના રાખોઃ હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીજીને ધનના દેવી માનવામાં આવે છે તેથી પૈસાની ગણતરીમાં ભૂલો ના કરવી જોઈએ. તેથી પર્સમાં માત્ર પૈસા જ રાખો અને બિનજરૂરી કાગળો અથવા બિલો ના રાખો. તેમ કરવાથી ધનહાનિ થશે અને તમારી પાસે પૈસા ટકશે નહીં.
નોટમાં થૂંક લગાવશો નહીંઃ ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ ચોટેલી નોટો કાઢવા માટે થૂંકનો ઉપયોગ કરે છે. તેમ કરવાથી માં લક્ષ્મીજી ગુસ્સે થઈ જાય છે અને સખત મહેનત કર્યા પછી પણ વ્યક્તિને હંમેશા પૈસાની તંગીનો સામનો કરવો પડે છે. સાથે જ નોટો પર થૂંક લગાવવાની આ ગંદી આદત સ્વાસ્થ્ય પર ખૂબ જ ભારે પડે છે.
નોટોને આડી- અવળી ના રાખો: નોટોને ક્યારેય આડી- અવળી ના રાખશો. તેમ કરવાથી માં લક્ષ્મીજી પણ નારાજ થાય છે. હંમેશા પૈસાની નોટને વ્યવસ્થિત રીતે અને સન્માન સાથે રાખો. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)