હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં હંમેશા દેવી લક્ષ્મીજી વાસ કરે છે અને ભગવાન વિષ્ણુજીના વિશેષ આશીર્વાદ મળે છે. તુલસીનો છોડ વાતાવરણમાં સકારાત્મકતા લાવે છે.
તેમજ ધન- સંપત્તિ, સુખ- સમૃદ્ધિ, ખુશીઓ મેળવવા માટે તુલસીનો છોડ ખુબ જ ઉપયોગી છે. તેના માટે વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા મહત્વના ઉપાયો જણાવ્યા છે. તેમાંથી એક ઉપાય તો ખુબ જ પ્રભાવી છે. માન્યતા છે કે તુલસીનો આ ઉપાય કરતા જ ધનની આવક ઝડપી વધે છે.
તુલસીના છોડમાં બાંધી દો નારાસળી: વિષ્ણુજીને તુલસી ખુબ જ પ્રિય છે. તેમજ તુલસીના છોડને દેવી લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેવી સ્થિતિમાં તુલસીના છોડની પૂજા અને ઉપાય વિષ્ણુજી અને દેવી લક્ષ્મીજી બંનેના આશીર્વાદ અપાવે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તુલસીના છોડમાં શુક્રવારના દિવસે લાલ રંગની નારાસળી બાંધવામાં આવે અને સુખ- સમૃદ્ધિની આપવાની પ્રાર્થના કરવામાં આવે તો દેવી લક્ષ્મીજી જલ્દી જ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. સાથે જ જીવનના બધા કષ્ટો પણ દૂર થાય છે.
તુલસીના છોને દૂધ અર્પણ કરો: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે તુલસીના છોડમાં થોડું દૂધ ચઢાવવું પણ ખુબ જ લાભ આપે છે. ગુરુવાર સવારે સ્નાન કરીને તુલસીના છોડમાં જળ અર્પણ કરો સાથે જ થોડું કાચું દૂધ પણ અર્પણ કરો. તેમ કરવાથી ભગવાન વિષ્ણુજી અને દેવી લક્ષ્મીજી ખુબ જ પ્રસન્ન થાય છે. સાથે જ કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત થાય છે. ત્યાર પછી સાંજે તુલસીના છોડ પાસે દીવો જરૂર પ્રગટાવો.
જો કે તુલસીના છોડમાં દરરોજ જળ ચઢાવી શકાય છે અને તેનાથી ખુબ જ લાભ પણ થાય છે પરંતુ રવિવાર અને અગિયારસના દિવસે તુલસીના છોડમાં જળ ના ચઢાવવું જોઈએ. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)