ગરુડ પુરાણ પણ હિન્દુઓના ૧૮ મહાપુરાણોમાંથી એક છે. ગરુડ પુરાણ ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરુડ વચ્ચે મૃત્યુ અને તેની પછીના જીવન વિશેની વાતચીતનું વર્ણન કરે છે. ગરુડ પુરાણમાં મૃત્યુ અને પુનર્જન્મ પછી આત્માની યાત્રાનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તેવી સ્થિતિમાં આજે આપણે જાણીશું કે મૃત્યુ પછી માનવ આત્મા ક્યાં જાય છે અને તેનો પુનર્જન્મ થાય છે કે નહીં.
આત્મા નશ્વર છે: ધાર્મિક માન્યતાઓ અનુસાર, માનવ શરીર નાશ પામે છે, પરંતુ આત્મા અમર હોય છે. હિંદુ ધર્મમાં જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જો કે, ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે જ્યારે આત્મા નશ્વર હોય છે ત્યારે તે ક્યાં જાય છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે.
અંતિમ યાત્રાઃ ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુ પછી માનવ આત્મા તેની અંતિમ યાત્રા પર જાય છે. આ ખૂબ લાંબી મુસાફરી હોય છે અને આ દરમિયાન તેણે ઘણા તબક્કાઓ પાર કરવાના હોય છે. આત્માએ ૮૬ હજાર યોજનનું અંતર કાપવાનું હોય છે. તેની પછી તે યમલોક પહોંચે છે.
સરળ યાત્રાઃ જે વ્યક્તિ જીવનભર સત્કર્મ કરે છે, કોઈનું દિલ નથી દુભાવતો, તે સરળતાથી યમલોકમાં પહોંચી જાય છે. બીજી તરફ જે વ્યક્તિ જીવનભર ખરાબ કાર્યો કરે છે અને બીજાને દુઃખ પહોંચાડે છે, યમદૂતો તેને ત્રાસ આપીને યમલોકમાં લઈ જાય છે.
યાતનાઓ: માણસના કર્મો અનુસાર આત્માને યાતનાઓ આપવામાં આવે છે. નરકમાં યાતનાઓ સહન કર્યા પછી આત્માનો પુનર્જન્મ થાય છે. તેવી માન્યતા છે કે મનુષ્યના મૃત્યુના ત્રીજા દિવસથી ૪૦ દિવસની વચ્ચે આત્માનો પુનર્જન્મ થાય છે.
પિંડ દાનઃ પિંડ દાન મૃત વ્યક્તિની આત્માની શાંતિ માટે કરવામાં આવે છે. તેનો અડધો ભાગ આત્માને આપવામાં આવે છે, જેના કારણે તેની યાત્રા સરળ બની જાય છે. બીજી તરફ જે વ્યક્તિ ખરાબ કાર્યો કરે છે, તેને યમદૂત પિંડદાન નથી દેતા અને તેને ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)