હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તુલસીના પાનમાં માંજરથી લઈને મૂળ સુધી ઘણી શક્તિ હોય છે. તુલસીના ઉપાય કરવાથી લોકોને અપાર સુખ, સમૃદ્ધિ અને સફળતા મળી શકે છે. તુલસીની દરરોજ પૂજા કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે.
તેની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ થાય છે. જો કે તુલસીને લગતા ઘણા ઉપાયો જણાવવામાં આવેલા છે, જે ખૂબ જ અસરકારક હોય છે, પરંતુ આજે આપણે જાણીએ તુલસીના પાણીના અસરકારક ઉપાય.
તુલસીના પાણીના ઉપાયોથી આર્થિક સંકટ દૂર થાય છેઃ જ્યોતિષમાં તુલસીના પાણીને લગતા કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી અપાર ધન પ્રાપ્ત થઈ શકે છે.
જો ઘરમાં નકારાત્મક, આર્થિક સંકટ હોય તો તુલસી જળનો ઉપાય કરો. આ માટે તાંબા કે પિત્તળના વાસણમાં પાણીમાં તુલસીના કેટલાક પાન નાંખો. પછી તેને આખી રાત ઢાંકીને રાખો. આ પછી બીજા દિવસે સવારે સ્નાન કરીને આખા ઘરમાં આ પાણીનો છંટકાવ કરો. આ તુલસીના પાણીને ઘરના દરેક ખૂણામાં છાંટો. તેમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. આર્થિક તકલીફો દૂર થાય.
એકાદશીના એક દિવસ પહેલા તુલસીના પાન તોડીને રાખો. ત્યારબાદ એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને તુલસીના જળથી સ્નાન કરાવો. તુલસીના પાનવાળા પાણીથી બાળ ગોપાલનો અભિષેક અપાર આનંદ આપે છે. તેમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ઘણા આશીર્વાદ આપે છે.
જો ધંધામાં ખોટ થઈ રહી હોય અથવા તમને જોઈતો લાભ ન મળી રહ્યો હોય તો તુલસીના કેટલાક પાનને પાણીમાં બે- ત્રણ દિવસ સુધી મૂકી રાખો. ત્યારપછી સવારે સ્નાન કર્યા પછી આ તુલસીનું પાણી પોતાના પર છાંટવું. આ તુલસીના પાણીનો છંટકાવ ફેક્ટરી, દુકાન, ઓફિસ કે કાર્યસ્થળ પર પણ કરો.
તેમ કરવાથી કામમાં આવતી અડચણો દૂર થશે અને તમને ઝડપથી સફળતા મળવા લાગશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)