હિંદુ ધર્મમાં રોજિંદા કામ માટે અઠવાડિયામાં શુભ દિવસ જણાવવામાં આવેલા છે. શુભ દિવસે જણાવેલ કાર્ય કરવાથી જીવનમાં પ્રગતિ અને સફળતા મળે છે. તો બીજીતરફ આ આ નિયમોનું પાલન ના કરવાથી વિવિધ સમસ્યાઓ થઈ શકે છે. વાળ કપાવવા માટે અઠવાડિયાના દિવસો પણ નક્કી કરવામાં આવેલા છે.
હિંદુ ધર્મ અનુસાર અઠવાડિયાના પાંચ દિવસ એવા હોય છે જ્યારે વાળ ના કાપવા જોઈએ. આ દિવસો વાળ કાપવા માટે અશુભ માનવામાં આવે છે. આ દિવસોમાં વાળ કાપવાથી ધનની હાનિ, પ્રતિષ્ઠા હાનિ, શારીરિક સમસ્યાઓ વગેરેનો સામનો કરવો પડે છે.
બુધવારે વાળ કપાવવાથી આર્થિક લાભ થાય છે અને નોકરી- ધંધામાં પ્રગતિની શક્યતાઓ છે. તો શુક્રવારે વાળ કાપવા પણ શુભ છે. તેનાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે.
સોમવારે વાળ કાપવાથી બાળકોના જીવનમાં સમસ્યાઓ આવે છે. મંગળવારે વાળ કપાવવાથી આયુષ્ય ઓછું થાય છે. ગુરુવારે વાળ કપાવવાથી સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે.
શનિવારે વાળ કાપવાથી શનિદેવ નારાજ થાય છે અને શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ આપે છે. તો બીજીતરફ રવિવારે વાળ કપાવવાથી આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે અને પ્રગતિનો માર્ગ પણ બંધ થાય છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)