રસોઈ ઘરમાં ઉપયોગમાં લેવાતી એવી ઘણી વસ્તુઓ છે જેમને જ્યોતિષ શાસ્ત્રમાં ખાસ મહત્વ આપ્યું છે. આ વસ્તુઓ ભોજનનો સ્વાદ તો વધારે જ છે સાથે જ વ્યક્તિના જીવનની સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવા જ કેટલાક ઉપાયો વિશે જણાવ્યું છે.
જેને કરવાથી વ્યક્તિના જીવનની ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. તેમાંથી એક છે લીંબુ, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લીંબુના આ ઉપાયો કરવાથી વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્યનો અંત આવે છે અને સૌભાગ્યનું આગમન થાય છે. ચાલો જાણીએ લીંબુના ઉપાયો વિશે.
ખરાબ નજરથી બચવાના ઉપાય: ઘરના કોઈ પણ સભ્યને ખરાબ નજરથી બચાવવા માટે એક લીંબુ લઈને પીડિત વ્યક્તિ પરથી સાત વાર ફેરવો. ત્યાર પછી લીંબુના ચાર ટુકડા કરો અને તેને સુમસામ જગ્યાએ ફેંકી દો. ત્યાર પછી ભૂલથી પણ પાછળ ના જોવું.
વ્યાપારમાં પ્રગતી માટે: જો ઘણા લાંબા સમયથી તમારો વ્યાપાર નથી ચાલી રહ્યો અથવા એવું લાગે છે કે કોઈ અવરોધ આવી રહ્યા છે તો પાંચ લીંબુ કાપી લો અને તેની સાથે એક મુઠ્ઠી પીળી સરસવ અને એક મુઠ્ઠી કાળા મરી લો અને તેને કાર્યક્ષેત્રમાં રાખો. ત્યાર પછી દુકાન ખોલ્યા પછી આ બધી સામગ્રીને કોઈ સુમસામ જગ્યાએ રાખો. તેમ કરવાથી જલ્દી લાભ થશે.
કાર્યમાં સફળતા માટે: જો તમને કોઈ કામમાં વારંવાર અસફળતા મળી રહી છે તો રવિવારના દિવસે એક લીંબુ લો. ત્યાર પછી તેમાં ચાર લવિંગ લગાવો અને ૧૦૮ વાર ॐ श्री हनुमते नम: મંત્રનો જાપ કરો. ત્યાર પછી લીંબુને સાથે લઇ જાઓ. આ ઉપાય કરવાથી દરેક બગડેલા કામ જરૂર પૂરા થશે.
બંધ ભાગ્ય ખોલવા માટે: જો સખત મહેનત કર્યા પછી પણ ફળ નથી મળી રહ્યું અને ભાગ્યનો સાથ નથી મળી રહ્યો તો એક લીંબુ લઈને તેને સાત વાર ઉતારી લો. ત્યાર પછી આ લીંબુના બે ટુકડા કરી લો. બંને ટુકડાઓને જુદી જુદી દિશામાં ફેંકી દો.
ડાબા હાથના લીંબુને જમણા હાથની દિશામાં અને જમણા હાથના લીંબુને ડાબા હાથની દિશામાં ફેંકો. આ ઉપાય કરવાથી તમને જલ્દી ફાયદો મળશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)