આ મંત્રમાં છે ૨૪ શક્તિનો નિવાસ, સાચી રીતે કરશો જાપ તો મળશે અપાર ધન- સફળતા

ગાયત્રી મંત્રના જાપથી સમસ્યાઓથી છુટકારો મળે છે. સાથે જ ગાયત્રી મંત્રમાં દરેક મનોકામના પૂરી કરવાની શક્તિ છે. ધર્મ- શાસ્ત્રોમાં તેને ખુબ જ શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે કારણ કે તેમાં ૨૪ શક્તિઓનો વાસ હોય છે. આ મંત્રનો જાપ કરવાથી તણાવ દૂર થાય છે. મનને શાંતિ મળે છે. વિચાર સકારાત્મક થાય છે. ધ્યાન વધે છે.

જો નિયમિત રૂપથી સાચી રીતે ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે તો દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે. તેમાં કુંડળીના ગ્રહ દોષોના કારણે મળી રહેલ અશુભ પરિણામોથી બચાવવાની શક્તિ પણ હોય છે.

ગાયત્રી મંત્ર અને તેનો અર્થ: ગાયત્રી મંત્ર- ॐ भूर्भव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्। આનો અર્થ છે કે જે સર્જનહાર પ્રકાશમાન પરમાત્માના તેજનું આપણે ધ્યાન કરીએ છીએ, પરમાત્માનું એ તેજ આપણી બુદ્ધિને સાચા માર્ગ તરફ આગળ વધવાની પ્રેરિત કરો.

ત્રિદેવ પણ કરે છે ગાયત્રી મંત્રનો જાપ: ધાર્મિક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ ગાયત્રી માતાની પૂજા કરે છે. પૂજા દરમિયાન જ બ્રહ્માજીના મુખમાંથી ગાયત્રી મંત્ર આપોઆપ નીકળ્યો હતો. માનવામાં આવે છે કે ગાયત્રી મંત્રમાં ચારેય વેદોનો સાર છુપાયેલો છે.

તેના ૨૪ અક્ષરોમાં ૨૪ શક્તિઓ છે. આ મંત્ર કોઈ પણ કાર્યમાં સફળતા અપાવવાની શક્તિ ધરાવે છે. જો કે ગાયત્રી મંત્રનો સંપૂર્ણ લાભ મેળવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.

ગાયત્રી મંત્ર જાપના નિયમ અને સાચી વિધિ: ગાયત્રી મંત્રનો જાપ કરવાનો યોગ્ય સમય સવારનો છે. તેના માટે સૂર્યોદય પહેલા મંત્રનો જાપ શરૂ કરો અને સૂર્યોદય સુધી ચાલુ રાખો. જો તમે સવારે ગાયત્રી મંત્રનો જાપ કરી નથી શકતા તો તમે બપોરે પણ તેનો જાપ કરી શકો છો. જ્યારે સાંજે સૂર્યાસ્ત પહેલા જાપ શરૂ કરો અને સૂર્યાસ્ત પછી સમાપ્ત કરો.

સુર્યાસ્ત પછી ગાયત્રી મંત્રનો જાપ કરવો અશુભ માનવામાં આવે છે. તેમ કરવાથી નકારાત્મકતા આવે છે. ગાયત્રી મંત્રનો જાપ હંમેશા સ્નાન કાર્ય પછી જ કરવો જોઈએ. ગાયત્રી મંત્રનો જાપ કરવી વખતે મનમાં ખરાબ વિચાર ના આવા દો અન્યથા જાપનું સંપૂર્ણ ફળ મળશે નહી. ગાયત્રી મંત્રનો જાપ કરતા સમયે ઓછામાં ઓછા ૨૧, ૫૧ અથવા ૧૦૮ વાર જાપ કરો.

એકથી વધારે માળા પણ કરી શકો છો. ગાયત્રી મંત્રના જાપ માટે તુલસી અથવા ચંદનની માળાને સૌથી વધુ શુભ માનવામાં આવે છે. જાપ કરતી વખતે મુખ પૂર્વ અથવા પશ્ચિમ દિશા તરફ રાખો. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)