સ્વાસ્થ્યની દ્રષ્ટીએ શરીરની સાફ- સફાઈ રાખવી ખૂબ જરૂરી છે. નખમાંથી પણ ઘણી બધી ગંદકી શરીરની અંદર પહોંચે છે. તેવામાં નખ કાપવાની અને સાફ રાખવાની સલાહ આપવામાં આવે છે. જો કે નખ કાપતી વખતે લોકો દિવસ અંગે અસમંજસની સ્થિતિમાં રહે છે. ત્યાં ઘણા લોકો રજાઓ પર નખ કાપવાનું પસંદ કરે છે. તેવામાં જાણવું જરૂરી છે કે કોઈ દિવસે નખ કાપવાથી ફાયદો કે નુકશાન થશે.
સોમવાર: શરીરનો સંબંધ મનથી હોય છે. શરીરની પ્રવતિઓ મન દ્વારા સંચાલિત થાય છે. સોમવારને મનનો કારક માનવામાં આવે છે. તેથી જો કોઈ સોમવારે નખ કાપે છે તો તેને તમોગુણથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
મંગળવાર: ઘણા લોકો મંગળવારે નખ કાપવાથી બચે છે. જો કે આ દિવસે નખ કાપવાથી દેવાથી મુક્તિ મળે છે. તો બીજીતરફ દેવાથી લઈને થતા વિવાદો પણ ટળી જાય છે.
બુધવાર: આ દિવસે નખ કાપવાથી ધન લાભ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. જો કોઈ વ્યક્તિ બુધવારે નખ કાપે છે તો નોકરીમાં બુદ્ધિના માધ્યમથી ધન લાભ થાય છે.
ગુરુવાર: બૃહસ્પતિને આધ્યાત્મિક ગ્રહના રૂપે માનવામાં આવે છે. તે પૂજા- પાઠ અને આધ્યાત્મિકતા તરફ પપ્રેરિત કરે છે. જો આ દિવસે કોઈ નખ કાપે છે તો તેના સત્વ ગુણોમાં વધારો થાય છે.
શુક્રવાર: શુક્ર ગ્રહનો સંબંધ પ્રેમ અને કળાથી છે. શુક્રવારે નખ કાપવાથી અંગત મિત્રો અને પરીવારથી મળવાની તકો પ્રાપ્ત થાય છે. તેના માટે લાંબી યાત્રા કરવી પડે છે.
શનિવાર: શનિવારે તો સામાન્ય રીતે કોઈ વ્યક્તિ નખ કાપતા નથી પરંતુ આ દિવસે ભૂલથી પણ નખ કાપવાથી બચવું જોઈએ. તેનાથી મગજ નબળું થાય છે અને માનસિક સમસ્યા ઉદ્ભવે છે.
રવિવાર: રજા હોવાના કારણે લોકો રવિવારે નખ કાપે છે. જો કે આ દિવસે નખ કાપવાથી બચવું જોઈએ, કારણ કે તેનાથી શાહી સેવા કરવામાં સમયનો બગાડ થાય છે.