મેષ:આ અઠવાડિયું મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે, તેઓ નવી રીતે કામ શરૂ કરી શકશે. જેમાં સફળતાની ૧૦૦% તક બની રહેશે. વ્યવસાય સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને આર્થિક સ્થિતિ સપ્તાહના મધ્યભાગથી મજબૂત થતી જોવા મળશે. લેખન કળાની સાથે સાથે ધાર્મિક પ્રવૃતિઓમાં પણ યુવાનોની રુચિ વધશે. તમે પારિવારિક જવાબદારીઓને સારી રીતે નિભાવશો, તેમની જરૂરિયાતો પૂરી કરવા સાથે તમે પ્રવાસની યોજના પણ બનાવી શકો છો.
વૃષભ: ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલા આ રાશિના લોકોને મોટો પ્રોજેક્ટ મળી શકે છે. કાર્યસ્થળના સારા વાતાવરણને કારણે તમે મુશ્કેલ કાર્યોમાં તમારા સહકર્મીઓની મદદ મેળવી શકશો. આ સમયે વેપારી વર્ગે પણ પ્રચાર અને પ્રમોશન પર ધ્યાન આપવું જોઈએ, તો બીજી તરફ લોન ન લેવાની સલાહ છે. યુવા જૂથ સપ્તાહના અંતે તમે મિત્રો સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો. મકાન કે દુકાનના બાંધકામમાં ધસારો વધશે. ગ્રહોની સ્થિતિને જોતા લગ્ન માટે લાયક લોકોને સારા સંબંધો મળી શકે છે.
મિથુન: આ રાશિના મીડિયા સાથે જોડાયેલા લોકોને એવોર્ડ મળશે, ઘણા લોકોને મળવાનું થશે, તેમાંથી કેટલાક તમારા ખાસ મિત્રોની યાદીમાં પણ સામેલ થશે. વેપારી વર્ગ માટે અઠવાડિયું સામાન્ય રહેવાનું છે, કાપડના વેપારીઓ માટે મંદીની શક્યતા છે અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને મોટા સોદા થવાની શક્યતાઓ છે. યુવાનોએ શિસ્તબદ્ધ રીતે કામ કરવું જોઈએ. તમારે તમારા મન પર નિયંત્રણ રાખવું પડશે; તમે આળસ અને નકામી પ્રવૃત્તિઓમાં તમારો સમય બગાડી શકો છો. લગ્નજીવનને સુધારવા માટે એકબીજાને સમય આપો, સારા સમાચાર મળવાથી જીવનમાં નવો ઉત્સાહ આવશે.
કર્ક- અઠવાડિયાની શરૂઆત કામના સંદર્ભમાં સારી છે પરંતુ મધ્યમાં થોડું ધીમું હોઈ શકે છે. જો તમે મશીનરી પર કામ કરો છો, તો જરૂરી સાવચેતી રાખો કારણ કે હાથમાં ઈજા થવાની સંભાવના છે. સામાજિક સંપર્કો મજબુત થશે, ધંધામાં ફાયદો થશે. સપ્તાહના મધ્યમાં ભાગીદારીના વ્યવસાયમાં મતભેદ થઈ શકે છે. ભાગ્ય વિદ્યાર્થીઓના પક્ષમાં રહેશે, સખત મહેનતનું પરિણામ સારા માર્કસ આવશે. સ્વભાવમાં પરિવર્તન લાવવું જરૂરી રહેશે કારણ કે તમારો જિદ્દી સ્વભાવ તમારા જીવનસાથીની સાથે પરિવારના કેટલાક લોકોને ગુસ્સે કરી શકે છે.
સિંહ: જો તમે કામ કરતી વખતે નવી નોકરી શોધી રહ્યા છો, તો તમને સારા સમાચાર મળી શકે છે. બેંકિંગ અને સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પ્રમોશન મળવાની આશા છે. વ્યાપારી વર્ગ માટે કર્મચારીઓ દ્વારા લાભ થવાની શક્યતાઓ રહેલી છે, તેથી તેમની સાથે સારું વર્તન કરો. નવા કાર્યની શરૂઆત કરવા માટે સપ્તાહનો મધ્ય ભાગ શુભ છે. આ અઠવાડિયે યુવાનોને તેમની મહેનતનું ફળ સન્માન અને પુરસ્કારના રૂપમાં મળી શકે છે. મિત્રો સાથે તમારી ખુશી ઉજવશો. બગડેલા સંબંધોમાં મધુરતા વધશે, ઘર માટે મોટી વસ્તુઓની ખરીદી માટે સપ્તાહ શુભ રહેશે.
કન્યા: આ રાશિના લોકોએ હૃદય અને દિમાગ વચ્ચે સુમેળ જાળવવો જોઈએ, કારણ કે તમારે બોસના સત્તાવાર કામની સાથે અંગત કામ પણ કરવું પડી શકે છે. નોકરીયાત લોકોની સાથે વેપારી વર્ગને પણ આ અઠવાડિયે અનેક કાર્યો કરવા મળશે. ઉદ્યોગપતિઓ અનુભવોનો લાભ લઈ શકશે. હોટેલીયર્સ માટે સપ્તાહ ખૂબ જ શુભ છે. યુવાનો, લડતા રહો, તમને સફળતા ચોક્કસ મળશે, આ દરમિયાન તમને તમારી પ્રતિભા બતાવવાની તકો પણ મળશે. તમારા પિતાની સલાહ અને આશીર્વાદ લેવા તમારા માટે ફાયદાકારક રહેશે. તમારે પૈસા અને સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં થોડી સાવચેતી રાખવી પડશે, કારણ કે જો તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો નહીં, તો તમારે સ્વાસ્થ્ય પર બિનજરૂરી પૈસા ખર્ચવા પડશે.
તુલા- તુલા રાશિના જાતકોએ તમામ કામ આયોજનબદ્ધ રીતે કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારા ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ તમારી ખૂબ પ્રશંસા કરશે. સોના- ચાંદી સાથે સંબંધિત વેપાર માટે સપ્તાહ સારું રહેશે. જે લોકોએ નવો ધંધો શરૂ કર્યો છે તેમને વધુ મહેનત કરવી પડી શકે છે. યુવાનોનું ધ્યાન તેમની મનપસંદ પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થશે, જેના માટે તમે ઉત્તમ સમય વ્યવસ્થાપન પણ કરશો. તમારા પરિવારના સભ્યોના પ્રોત્સાહનથી તમારો આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધશે. પરિવારના સભ્યો સાથે ધાર્મિક યાત્રા પર જવાની યોજના બનશે. તમારે દરેક સાથે સમય પસાર કરવાની તક શોધવી પડશે, ચોક્કસપણે તમારી માતાને સમય આપો.
વૃશ્ચિક- આ રાશિના લોકો પોતાના નિર્ણયોમાં આત્મવિશ્વાસથી ભરપૂર હશે. બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવા માટે તમને પૂરતો સમય મળશે. વિદેશી કંપનીઓમાં કામ કરનારાઓને સપ્તાહના મધ્યમાં કોઈ સારા સમાચાર મળવાની શક્યતાઓ છે. વેપારી વર્ગને રોકાણ માટે કેટલાક સારા પ્રોજેક્ટ મળી શકે છે. અભ્યાસમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન સારું રહેશે, અને તમારા શિસ્તબદ્ધ વર્તનની માત્ર પરિવારના સભ્યો દ્વારા જ નહીં પરંતુ બહારના લોકો દ્વારા પણ પ્રશંસા કરવામાં આવશે. અવિવાહિત યુવાનોને સારા સંબંધો મળી શકે છે. તમને ફેમિલી ફંક્શનમાં હાજરી આપવાનું આમંત્રણ મળી શકે છે.
ધન: તમને કાર્યસ્થળમાં પ્રગતિની તકો મળશે, નોકરી શોધનારાઓને સારા સમાચાર મળશે. કાર્યસ્થળની બાબતોને અન્ય લોકો સાથે શેર કરવાનું ટાળો, કેટલીક ગુપ્ત બાબતો સામે આવી શકે છે. વ્યાપારીઓના જનસંપર્કનો વ્યાપ વધશે, જેનાથી ધંધામાં લાભ થઈ શકે છે. અજાણ્યા લોકો સાથેના વ્યવહારમાં સાવધાની રાખો, ઉધાર પર વસ્તુ ના આપો. યુવાનોને કલાના ક્ષેત્રમાં પ્રગતિની તક મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે. મહેમાનો આવતા- જતા રહેશે, મનને ખુશ રાખો.
મકર: તમે ઓફિસમાં વરિષ્ઠ અને અનુભવી લોકોનો સાથ મેળવીને વધુ સારી રીતે કામ કરી શકશો, જેના પછી તમારા પ્રમોશનના દ્વાર ખુલશે. વ્યવસાયમાં નવા પ્રયોગો કરવાનું ટાળો કારણ કે આ પ્રયોગોથી નુકસાન થઈ શકે છે. તેથી ઉદ્યોગપતિઓએ લોન લેવાથી અને કોઈની પાસેથી ઉધાર લેવાથી દૂર રહેવું જોઈએ. ટેકનિકલ શિક્ષણ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને આગળ વધવાની તક મળશે. જો તમે આ અઠવાડિયે વિદેશ પ્રવાસ પર જવાની યોજના બનાવી રહ્યા છો, તો મુસાફરી કરતી વખતે સાવચેત રહો, તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા બાળક સાથે વાત કરવાનો પ્રયાસ કરો, તેને કોઈ પ્રકારની સમસ્યા રહી શકે છે, જેના ઉકેલ માટે તમારે આગળ આવવું પડશે. પ્રિયજનો વચ્ચે સ્નેહ વધશે અને તમે સારો સમય પસાર કરશો.
કુંભ: આ રાશિના લોકોએ સ્વાર્થી બનવાનું ટાળવું પડશે, અઠવાડિયામાં ઘણી વાર એવું બનશે કે તમે અન્યને સહકાર આપવાનો ઇનકાર કરશો, તેવું કરવાથી દુર રહેવું. જેઓ ઇન્ટરવ્યુની તૈયારી કરી રહ્યા છે, તેમને નોકરી પાક્કી છે. બિઝનેસમેનોએ મોટા સોદા કરતી વખતે દસ્તાવેજ સંબંધિત કામમાં બેદરકારીથી બચવું જોઈએ. મહેનત દ્વારા ધંધામાં સારો ફાયદો થવાથી મન ઉત્સાહિત રહેશે. વિદ્યાર્થીઓની અભ્યાસમાં રૂચિ વધશે, જો વિદેશમાં જઈને અભ્યાસ કરવાની ઈચ્છા હશે તો યુવાનોને તેનાથી સંબંધિત તકો મળવાની શક્યતાઓ છે. તમારી તીખી પ્રતિક્રિયાને કારણે, સંબંધીઓ સાથેના સંબંધોમાં ખટાશ આવવાની શક્યતાઓ છે. ગ્રહોની સ્થિતિ જોતા પિતા તરફથી લાભ થતો જણાય છે.
મીન: મીન રાશિના લોકોએ આ અઠવાડિયે પોતાના કામ પર વધુ ધ્યાન આપવું પડશે, શક્ય હોય ત્યાં સુધી પોતાની જાતને બીજાની બાબતોથી દૂર રાખો. કાર્યભાર વધશે અને તેને સંભાળવા માટે વધુ એકાગ્રતાની જરૂર પડશે. તમને અટવાયેલા પૈસા પાછા મળશે, તેનો ક્યાં ઉપયોગ કરવો તે અંગે અગાઉથી પ્લાન તૈયાર કરો. નવો બિઝનેસ શરૂ કરવા માટે કોઈ અનુભવી વ્યક્તિની મદદથી આઈડિયા અને પ્લાનિંગ પર કામ કરો. યુવાનોએ તેમના માતાપિતાની સલાહને અનુસરવી જોઈએ અને શોપિંગ અને ગેમિંગ જેવી પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવાનું ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. દંપતીએ એકબીજાની લાગણીઓને માન આપવું જોઈએ. પરિવારમાં નાના ભાઈઓ સાથે સારા સંબંધો જાળવી રાખો.