અઠવાડિક આર્થિક રાશિફળ: સાત દિવસમાં વધશે બેંક બેલેન્સ, પાંચ રાશિ માટે સમય શાનદાર

જૂનના અંતિમ સપ્તાહમાં થઈ રહેલા મહત્વપૂર્ણ ગ્રહ ગોચરો લોકોની કારકિર્દી અને આર્થિક સ્થિતિ પર મોટી અસર કરશે. આ અઠવાડિયે ૨૯ જૂન, ૨૦૨૪ થી શનિ ગ્રહ પાછળ રહેશે. તેમજ બુધ પણ વધશે. ત્યારે ચાલો જાણીએ આવનાર અઠવાડિયા માટે તમામ ૧૨ રાશિનું કારકિર્દી અને આર્થિક રાશિફળ.

મેષ: વેપારમાં તમને ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થશે. તમને કરિયર સંબંધિત જૂની સમસ્યાઓમાંથી તમને રાહત મળશે. આ અઠવાડિયે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

વૃષભ: મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા લોકોને આ અઠવાડિયે કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે. ધાર્મિક યાત્રા થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પર ખર્ચ થઈ શકે છે.

મિથુન: જો તમે નવી નોકરી શોધી રહ્યા છો, તો તમારે સતત મહેનત કરવી પડશે. પૈસા ઉધાર આપવાનું ટાળો. શેરબજારમાં રોકાણ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ.

કર્ક: તમને તમારી રુચિ પ્રમાણે કામ મળશે. વેપારમાં વિસ્તરણ માટે આ સપ્તાહ ખૂબ અનુકૂળ છે. આર્થિક બાબતોમાં તમે આ અઠવાડિયે એક સંતુલિત અભિગમ અપનાવો.

સિંહ: આ અઠવાડિયે વ્યવસાય કરતા લોકોને ભારે આર્થિક લાભ થવાની શક્યતાઓ રહેલી છે. નોકરીયાત લોકોને નવી નોકરી મળવાની શક્યતાઓ રહેલી છે. શેરબજારમાં રોકાણ કરવાનું ટાળો.

કન્યા: નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતાઓ રહેલી છે. બંધ અથવા અટકેલા કામ ફરી શરૂ થશે. હોટલના ધંધાર્થીઓને મોટો આર્થિક ફાયદો થવાની શક્યતાઓ રહેલી છે. તમે પિતાની સલાહ લઈને નવા કાર્યની શરૂઆત કરો.

તુલા: તમારે ધાર્મિક યાત્રાઓ પર પૈસા ખર્ચ થશે. નવો ધંધો શરૂ કરવાની પ્રબળ તકો રહેલી છે. તમે ઉધાર આપેલા પૈસા પાછા મેળવી શકો છો.

વૃશ્ચિકઃ તમને બિઝનેસમાં મોટું રોકાણ મળી શકે છે. વેપાર ધંધાનો વિસ્તાર થશે. ઘરના નવીનીકરણમાં પૈસા ખર્ચ થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં પૈસા ખર્ચ થશે.

ધન: તમને આ અઠવાડિયે કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો મળશે. ધનનું આગમન સુગમતાથી થતું રહેશે. તમને નોકરીમાં નવી તકો મળશે. વિદેશ યાત્રામાં પૈસા ખર્ચ થશે.

મકર: તમને આ અઠવાડિયે વેપારમાં નવા ફેરફારો જોવા મળશે. તમને પારિવારિક જવાબદારીઓમાં પૈસા ખર્ચ થશે. તમે પૈસા ઉધાર આપવાનું ટાળો.

કુંભ: તમને વિદેશમાં નોકરી મળવાની શક્યતાઓ રહેલી છે. આ અઠવાડિયાના દિવસોમાં તમારે વેપારમાં નવા પ્રયોગો ના કરવા. તમારી આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે.

મીન: તમને આ અઠવાડિયે વેપારમાં આવક વધશે. જૂના રોકાણથી તમને આર્થિક લાભ મળશે. ક્યાય અટકી રહેલા પૈસા તમને પાછા મળી શકે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)