વર્ષ ૨૦૨૩ માં ખુબજ અશુભ ગુરુ ચાંડાળ યોગ, જાણો કઈ રીતે તમારા જીવનને કરશે પ્રભાવિત

વૈદિક જ્યોતિષ અનુસાર નવા વર્ષમાં દેવ ગુરુ બૃહસ્પતિ અને રાહુ ૧૨ મહિનામાંથી છ મહિના સુધી મેષ રાશિમાં બિરાજમાન રહેવાના છે. જેના કારણે ગુરુ ચાંડાલ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જ્યારે કુંડળીમાં બૃહસ્પતિ અને રાહુ એક સાથે કોઈ રાશિ અથવા ભાવમાં હોય છે અથવા એક બીજાથી સંબંધિત હોય છે તો કુંડળીમાં ચાંડાલ યોગ બને છે.

તે બંને યોગથી ગુરુ ચાંડાલ યોગ અથવા ચાંડાલ દોષ બને છે. જે કુંડળીમાં એક મોટી વિસંગતતા માનવામાં આવે છે. આ યોગ જીવનમાં વિભિન્ન સુખ- સુવિધાઓ અને જીવનમાં આગળ વધવા માટે પરેશાનીઓ તરફ લઇ જાય છે.

આ યોગથી પ્રભાવિત વ્યક્તિ વધારે ભૌતિકવાદી હોય છે અને પોતાના જીવનમાં નકારાત્મકતા તરફ પ્રવૃત થાય છે. તેઓ તેમની મહત્વાકાંક્ષાઓને પૂરી કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. સાથે જ જેમને ધન કમાવવાની ખુબ જ ઈચ્છા છે તેઓ સારા અને ખરાબ વચ્ચેનો તફાવત સમજી નથી શકતા. તેવી સ્થિતિમાં વ્યક્તિ ચરિત્ર અધોગતિનો શિકાર બને છે અને કેટલીક પરિસ્થિતિઓમાં હિંસક અને કટ્ટરવાદી પણ હોઈ શકે છે.

ક્યારે બનશે ગુરુ ચાંડાલ યોગ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ૨૩ એપ્રિલ ૨૦૨૩ એ ગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થઈ જશે. રાહુ મેષ રાશિમાં પહેલાથી જ બિરાજમાન છે. જ્યારે પણ રાહુ અને બૃહસ્પતિની યુતિ બને છે તો ચાંડાલ યોગનું નિર્માણ થાય છે. જેમની કુંડળીમાં કોઈ પણ ભાવમાં ચાંડાલ દોષ બનેલો છે.

તેમના માટે તે છ મહિના ખુબ જ સાવધાની સાથે પસાર કરવા જોઈએ. કારણ કે દેશ- દુનિયા માટે તે ઠીક નથી દેખાઈ રહ્યું. ૨૩ એપ્રિલ ૨૦૨૩ થી લઈને ૩૦ ઓક્ટોબર સુધી શેર બજારમાં ઘણો ઉતાર- ચઢાવ રહી શકે છે. તેથી શેર બજાર સંબંધિત કોઈ પણ કાર્ય કરી રહ્યા છો તો તમારે તે દરમિયાન સાવધાની રાખવી જોઈએ.

કાલપુરુષ કુંડળી અનુસાર ચાંડાલ યોગ: કાલપુરુષ કુંડળી અનુસાર લગ્ન ભાવમાં ચાંડાલ યોગ બની રહ્યો છે. જેની અસર વૈશ્વિક સ્તર પર જોવા મળી શકે છે. દેશ- દુનિયાની વાત કરીએ તો ઘણી જગ્યાઓ પર પ્રજાનો વિરોધ સરકારને ઉઠાવવો પડી શકે છે. ઘણા દેશોમાં સિવિલ વોર પણ થઇ શકે છે.

ભારતમાં પણ પ્રજા સરકારનો વિરોધ કરી શકે છે. યુરોપીય દેશો માટે ૨૦૨૩ શુભ નથી દેખાઈ રહ્યું. વૈશ્વિક સ્તર પર મોંઘવારી વધી શકે છે. ઘણી જગ્યાએ આંતકી ઘટનાઓ પણ બની શકે છે.

ગુરુ ચાંડાલ યોગના અશુભ પ્રભાવો ઓછા કરવા માટે જ્યોતિષીય ઉપાય: ચાંડાલ યોગ શાંત કરવા સૌથી સારો ઉપાય ગુરુ ચાંડાલ દોષ નિવારણ પૂજા છે. વાસ્તવમાં તે એક એવી પૂજા છે જે ગુરુ ચાંડાલ યોગના પ્રભાવને ઘણી હદ સુધી ઓછો કરી દે છે. તેથી તમે કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસેથી ગુરુ ચાંડાલ યોગ શાંતિ પૂજા કરાવી શકો છો.

જો તમારી કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિ શુભ હોય તો તમારે બ્રાહ્મણોને દાન આપવું જોઈએ અને ગુરુ જેવા લોકોનું સન્માન કરવું જોઈએ. તેવા લોકોએ ગુરુવારના દિવસે કેળાનો છોડ લગાવવો જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ.

જો તમારી કુંડળીમાં ચાંડાલ યોગ બની રહ્યો છે તો ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ અને તેમને પીળું ચંદન અર્પણ કરવું જોઈએ. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)