Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
મૃત્યુ પહેલા મળે છે આવા સંકેતો! બસ, આટલી વાર જ બચે છે શ્વાસ.. જાણો - Gujarat Beat

મૃત્યુ પહેલા મળે છે આવા સંકેતો! બસ, આટલી વાર જ બચે છે શ્વાસ.. જાણો

મહાપુરાણ ગણાતા ગરુડ પુરાણમાં જીવન અને મૃત્યુ વિશે ખૂબ જ મહત્વપૂર્ણ વાતો જણાવવામાં આવી છે. એક તરફ સુખી અને સફળ જીવન કેવી રીતે જીવવું તે કહેવામાં આવ્યું છે. સાથે જ, શાંત અને સરળ મૃત્યુ તેમજ જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે.

સાથે ગરુડ પુરાણમાં એવા લક્ષણો વિશે જણાવવામાં આવ્યા છે જે મૃત્યુ પહેલા જોવા મળે છે. આ લક્ષણો સૂચવે છે કે વ્યક્તિનું મૃત્યુ નજીક છે. આ સંકેતો દર્શાવે છે કે હવે વ્યક્તિ થોડા સમય માટે મહેમાન છે.

ગરુડ પુરાણ અનુસાર જ્યારે પણ કોઇ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેની આંખોની રોશની ઓછી થઈ જાય છે, તેને નજીકની વસ્તુઓ જોવાનું પણ બંધ થઈ જાય છે. માનવામાં આવે છે કે વ્યક્તિ તેની નજીક ઉભેલા યમદૂતને જોઈને ખૂબ જ ડરી જાય છે, તેથી તે બીજું કંઈ જોઈ શકતો નથી.

મૃત્યુ નજીક હોય ત્યારે વ્યક્તિની સાંભળવાની અને બોલવાની ક્ષમતા ખતમ થઈ જાય છે. તે ના તો કંઈ સાંભળે છે અને ના તો બોલી શકે છે. જો વ્યક્તિ બોલવાનો પ્રયાસ કરે તો પણ તેની સ્પષ્ટ વાણી બહાર આવી શકતી નથી.

વ્યક્તિ અરીસામાં તેનો ચહેરો દેખાતો બંધ થઈ જાય છે. અરીસામાં તેનો ચહેરો વિકૃત દેખાય છે. તેલ કે પાણીમાં પણ મરનાર વ્યક્તિને તેનો ચહેરો દેખાતી નથી.

જેમણે ખરાબ કર્મો કર્યા છે, તેઓ મરતી વખતે ઘણું દુઃખ ભોગવે છે. બીજી તરફ જેમણે સારા કર્મો કર્યા છે, તેઓ શાંતિપૂર્ણ અને સરળ મૃત્યુ પામે છે. આવા લોકો ભગવાન કૃષ્ણની કૃપાથી સીધા શ્રી હરિના ચરણોમાં પહોંચી જાય છે.