વાસ્તુ શાસ્ત્રનું વ્યક્તિના જીવનમાં ઘણું મહત્વ છે. લોકો ઘર બનાવે અથવા સજાવટ કરે અથવા સામાન રાખે દરેક વસ્તુમાં વાસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. સાચું વાસ્તુ વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. જયારે ખોટું વાસ્તુ વ્યક્તિનું જીવન બરબાદ પણ કરી શકે છે. તેનાથી ઘરમાં નાકારાત્મક્તાનું વાતાવરણ બને છે. આજે અમે ઘરની દિશાઓ વિશે વાત કરીશું. જ્યાં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે સામાન રાખવો જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર અથવા ઓફીસ બનાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેનાથી ખરાબ શક્તિઓ દૂર થાય છે અને ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે. ઘરની દરેક દિશા ઘણી મહત્વપૂર્ણ સ્થાન રાખે છે. તે જગ્યાઓ પર વાસ્તુ અનુસાર રૂમ, રસોડું, બાથરૂમ બનાવવું જોઈએ અને સામાન રાખવો જોઈએ. તેનાથી માં લક્ષ્મીજી પર પ્રસન્ન થાય છે અને તેમના વિશેષ આશીર્વાદ આપે છે.
શાસ્ત્રોમાં દક્ષીણ દિશા યમરાજની દિશા જણાવી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તે દિશા તરફ બાથરૂમનું નિર્માણ ના કરવું જોઈએ. તે દિશા ધન રાખવા અને ભારે સામાન રાખવા માટે શુભ માનવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાને ભગવાન કુબેરની માનવામાં આવે છે. તેથી આ સ્થાન પર ક્યારેય પણ તિજોરી રાખવી જોઈએ નહી. તેમ કરવાથી પૈસાનું નુકસાન થવા લાગે છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. જો કે વ્યાપારીઓ તે સ્થાન પર પૈસાનો ગલ્લો રાખી શકે છે. ઘરમાં તિજોરીને દક્ષીણ દિશામાં જ રાખવી જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની પશ્ચિમ દિશા તરફ રસોડું બનાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની હંમેશા પ્રગતી થાય છે અને માં અન્નપૂર્ણાના આશીર્વાદ પણ મળે છે. આ દિશાના ગ્રહ સ્વામી શનિદેવ માનવામાં આવે છે.
પૂર્વ દિશા ભગવાન સૂર્ય અને દેવરાજ ઇન્દ્રની માનવામાં આવે છે. તે જગ્યાને ખાલી રાખવી શુભ માનવામાં આવે છે. તે જગ્યાને દરરોજ સાફ કરવી અને દિવસમાં એક વાર દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. જો કે તે જગ્યાએ ભગવાન ગણેશ અને માં લક્ષ્મીજીની મૂર્તિ સ્થાપિત કરી શકો છો. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)